Panchmahal/ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાના સસ્તા અનાજની ગેરરીતીઓ સામે  સખ્ત પગલા

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આશિષ કુમાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા સખત પગલા લેવાયા.

Top Stories Gujarat Others
WhatsApp Image 2023 12 09 at 10.23.34 પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાના સસ્તા અનાજની ગેરરીતીઓ સામે  સખ્ત પગલા

મોહસીન – પ્રતિનિધી

ગોધરા : પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે ગરીબ અને મધ્યમ રેશનકાર્ડ ધારકો માટેના સરકારી અનાજના જથ્થાને અનાજ માફિયાઓના ઈશારે કાળા બજારમાં ધકેલી દેવાના કાર્ડ ધારકોની ફરીયાદો અને  રજૂઆતો અત્યાર સુધી બૂમરેગ પૂરતી સીમિત બની ગઈ હતી. પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના આગમન સાથે જ સરકારી દુકાનોમાં હાથ ધરાયેલ આકસ્મિક તપાસો દરમિયાન સરકારી અનાજ વિતરણ વ્યવસ્થાને વેરવિખેર કરી દેનારા ૮ ઈસમો સામે પી.બી.એમ. હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આશિષ કુમાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા સખત પગલા લેવાયા. વસ્તુઓના કાળા બજારને લઈને ઉઠેલ ફરિયાદોને પગલ કડક કાર્યવાહી કરાઈ. જે અંતર્ગત અધિનિયમ ૧૯૮૦ની પેટા કલમ ૩ ની પેટા કલમ (૨)મુજબ ૮ ઈસમોનો પી.બી.એમ. હેઠળ અટકાયત કરવાના આદેશ બાદ બે પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર સહીત ૬ ઈસમોની અટકાયત કરવામાં આવી. મેનેજર અને 6 ઇસમોની અટકાયત કર્યા બાદ અલગ અલગ જેલોમાં રવાના કરાયા હતા.

આ સંદર્ભમાં ગોધરા એલ.સી.બી. શાખાના પી. આઈ. એન.એલ.દેસાઈ એ બાકી રહેલા ઈસમોની અટકાયત કરવા માટે હાથ ધરેલ ઝુંબેશમાં આજરોજ ગોધરા તાલુકાના સામલી ગામના પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારના સંચાલક સુજેલા કાસીમ અહેમદહુસેન ની અટકાયત કરીને સુરત મધ્યસ્થ જેલમાં રવાના કરતા ધરપકડ નો આંક ૭ ઉપર પહોંચ્યો છે. પોલીસની કાર્યવાહીને પગલે સરકારી અનાજનું કાળા બજાર કરતા અનાજ માફિયાઓમાં ભયનો માહૌલ પ્રસરી જવા પામ્યો છે.