Firing/ અમદાવાદમાં વધુ એકવાર ખેલાયો ખૂની જંગ, આ વિસ્તારમાં કરાયું એક રાઉન્ડ ફાયરીંગ

અમદાવાદના ચાંદખેડ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ખુલ્લેઆમ ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં 47 વર્ષીય વ્યક્તિને જાનથી મારી નાખવા માટે એક શખ્સે દેશી કટ્ટા વડે એક રાઉન્ડ ફાયર કર્યું હતું.

Ahmedabad Gujarat
a 346 અમદાવાદમાં વધુ એકવાર ખેલાયો ખૂની જંગ, આ વિસ્તારમાં કરાયું એક રાઉન્ડ ફાયરીંગ

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં વિકાસની સાથે સાથે અપરાધની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં અનેકવાર ખુલ્લેઆમ ફાયરીંગની ઘટનાઓ પણ સામે આવે છે. આ જ રીતે અમદાવાદના ચાંદખેડ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ખુલ્લેઆમ ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં 47 વર્ષીય વ્યક્તિને જાનથી મારી નાખવા માટે એક શખ્સે દેશી કટ્ટા વડે એક રાઉન્ડ ફાયર કર્યું હતું.

જો કે યુવકને હાથના ભાગે ગોળી વાત તે શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ચાંદખેડા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. જો કે આ ફાયરીંગ પ્રેમ પ્રકરણમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતા અહેવાલો મુજબ, સંજય નામના વ્યક્તિએ તેમના ઘરનો ઉપરનો માળ જીતેન્દ્ર શર્માને ભાડે આપ્યો હતો. થોડા વર્ષ પહેલા સંજયભાઈની બહેન રેખા અને જીતેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. ત્યારે એક દિવસ સંજયભાઈને તેની બહેન અને જીતેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા સંજયભાઈ અને જીતેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર પછી જીતેન્દ્રને આપેલ ભાડુનું ઘર ખાલી કરાવી દીધુ હતુ.

આ જ પ્રકરણમાં અચાનક જ  સંજયે દેશી કટ્ટો કાઢીને સંજયભાઈને જાનથી મારી નાખવા માટે  એક રાઉન્ડ ફાયર કર્યું હતું. જો કે સંજયભાઈના હાથના અંગુઠામાં ગોળી વાગી હતી. જેથી તેમને ગંભીર ઈજાઓ થવા લાગી હતી. જો કે ફાયરીંગની ઘટના થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાન ચાંદખેડા પોલીસને થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારબાદ હત્યાનો પ્રયાસ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.