અમરેલી/ સરદાર પટેલના જન્મ જયંતી પર તેમના એક પ્રેમી એ કર્યું અદ્ભુત કામ

દેશના નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ ગુજરાતનું ગૌરવ સરદાર પટેલ ના જીવન અને કાર્યથી પરિચિત રહેવા માટે ચમારડીના ઉદ્યોગપતિ સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રપરાએ છેલ્લા બે વર્ષથી સરદાર પટેલની પૂરા કદની પ્રતિમાઓનું વિતરણ શરૂ કર્યું છે આજે ચમારડી ખાતે વડિયા કુંકાવાવ તાલુકાના 25 ગામના સરપંચો અને આગેવાનો સરદાર પટેલની પ્રતિમાઓને લેવા પહોંચ્યા છે જોઈએ ખાસ રિપોર્ટમાં…

Gujarat Others
સરદાર પટેલ

દેશનું ગૌરવ એવા સરદાર પટેલ ની જીવનની યાદગીરી અને દેશ માટે કરેલા કાર્યો આગામી પેઢીની કાયમ માટે યાદ રહે તે હેતુસર બાબરા તાલુકાના ગામના સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્ત્રાપરા સરદાર પટેલની 147 ની જન્મ જયંતી એ નિર્ણય કરી અને 148 પ્રતિમાઓ નું જુદા જુદા ગામમાં વિતરણ કર્યું ત્યારબાદ ગત વર્ષે વલ્લભભાઈ નામની 148 વ્યક્તિઓને પોતાના નિવાસ્થાને બોલાવી સન્માન સમારંભ યોજ્યો હતો અને 500 પ્રતિમાઓ નું વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો

અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને મધ્યપ્રદેશ રાજ્યમાં આ પ્રતિમાઓ દરેક ગામડે સ્થાપિત થઈ ચૂકી છે ત્યારે આગામી સરદાર સાહેબની 150 ની જન્મ જયંતી આવે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાત અને દેશમાં 5000 સરદાર પટેલની પ્રતિમાઓનું વિતરણ કરવાનો આ સરદાર પ્રેમી ગોપાલભાઈ ના નિર્ણયને નવી પેઢી કાયમી યાદ કરશે અને સરદાર પટેલના જીવન વિશે અને તેમણે દેશ માટે આપેલા યોગદાન ને કાયમી યાદ રાખશે તેવા હેતુ સર બીડું ઝડપ્યું છે.

ચમારડીના સરદાર પ્રેમી ગોપાલભાઈ ની એક હાકલથી અમરેલી જિલ્લાના તમામ ગામના સરપંચો તબક્કા વાર સરદાર પટેલની પ્રતિમાઓને લેવા વાહન સાથે આવી પહોંચ્યા છે અને આજે કુકાવાવ વડીયા તાલુકાના 25 ગામના સરપંચો અને ગામ આગેવાનો વાહન સાથે સરદાર સાહેબને લેવા માટે આવ્યા છે અને પોતાના ગામમાં સરદાર સાહેબની કાયમી યાદગીરી રહે તેવા હેતુસર પ્રયાસ કરનાર ગોપાલભાઈ ને અભિનંદન આપી રહ્યા છે.

દેશ માટે જેનું મહત્વનું અને નોંધપાત્ર યોગદાન રહ્યું છે તેમની પ્રતિમાઓના વિતરણ પ્રસંગે સાક્ષી બનવા અને અભિનંદન આપવા માટે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા ખાસ આવી પહોંચ્યા હતા અને ઉપસ્થિત રહી તમામ પ્રતિમાઓ નિહાળી હતી અને કુકાવાવ વડીયા તાલુકાના સરપંચ શ્રીઓ સાથે વાતચીત કરી હતી તેમજ ગોપાલભાઈ વસ્ત્રાપરા સમાજ માટે સમૂહ લગ્નો અને દેશ માટે સરદાર પટેલની 5000 પ્રતિમાઓના વિતરણ ના નિર્ણયથી પ્રભાવિત થઈ અભિનંદન સાથે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે

ભારતની આઝાદી માટે અનેક નેતાઓએ પોતપોતાનું યોગદાન આપ્યું છે ત્યારે સૌથી મહત્વનું યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલ નું કહીએ તો કંઈ ખોટું નથી આવા લોખંડી પુરુષની યાદ નવી પેઢીને ધીમે ધીમે વિસરાતી જતી હોય સરદાર પ્રેમી ગોપાલભાઈ જે મુહિમ ઉપાડી છે તેને સમગ્ર ગુજરાતવાસીઓએ સહકાર આપી અને રાજીપો વ્યક્ત કર્યો છે ત્યારે સૌના સરદારને ભાવિ પેઢી યાદ કરશે તેઓ ગુજરાતના એકમાત્ર ગોપાલભાઈ વસ્ત્રાપરાના પ્રયાસ ને નાનો ન કહી શકાય.



આ પણ વાંચો:ahmedabad accident/અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત

આ પણ વાંચો:#RamMandir/અયોધ્યાના રામ મંદિરમાં લાગશે 5500 કિલનો ધ્વજ દંડ, અમદાવાદની કંપનીને સોંપાઈ જવાબદારી

આ પણ વાંચો:Morabi-Faketollplaza/મોરબીમાં નકલી ટોલનાકા કૌભાંડના મુખ્ય આરોપી અમરશીના પિતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો