MOU/ શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે,CMની ઉપસ્થિતિમાં થયા MOU

ર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Top Stories Gujarat
2 1 15 શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે,CMની ઉપસ્થિતિમાં થયા MOU

ગુજરાતમાં મુડીરોકણનો પ્રવાહ અવિરત જારી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વધુ રૂ. 3500 કરોડના MOU સંપન્ન થયા. ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જે અંતર્ગત બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે પણ રોકાણ કરવામાં આવશે.. જેનાથી રાજ્યના 4300થી વધુ યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગના ત્રણ તબક્કામાં ઉદ્યોગ સ્થાપવા રૂ. 3874 કરોડના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ લોકોને રોજગારી મળશે

– મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ
– મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી અને સરકાર વચ્ચે MOU સંપન્ન
– ગુજરાતમાં શેલ એનર્જી રૂ. 3500 કરોડનું કરશે રોકાણ
– ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલનું કરશે નિર્માણ
– 4300 થી વધુ લોકોને પ્રત્યક્ષ -પરોક્ષ રોજગારી મળશે
– બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે
– 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થશે
– રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન સ્થાપશે
– વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે થાય છે MoU સાઈનીંગ
– ત્રણ તબક્કામાં રૂ. 3874 કરોડના 14 MoU સંપન્ન
– આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ લોકોને રોજગારી મળશે