National News/ ટીપા ટીપા માટે તરસશે પાકિસ્તાન ! ભારતે ચિનાબનું પાણી રોકતા પાક.માં જળસંકટ

ભારતે ચિનાબ નદી પર બનેલા સિયાલ અને બગલિહાર ડેમના ગેટ બંધ કરી દીધા છે.

India Top Stories

National news ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની સંભાવનાઓ વચ્ચે ભારતે ચિનાબ નદી પર બનેલા સિયાલ અને બગલિહાર ડેમના ગેટ બંધ કરી દીધા છે. જેને લઈને પાકિસ્તાન જનારુ ચિનાબ નદીનું પાણી રોકાઈ ગયું છે અને વોટર લેવલ ઘટીને 15 ફૂટ સુધી જ રહી ગયું છે.

પાકિસ્તાનમાં ચિનાબ નદીના પાણીનું વોટર લેવલ 22 ફૂટ હતું. જે હવે 24 કલાકમાં 7 ફૂટ રહી ગયું છે. ચિનાબના સતત સંકડાવવાથી 4 દિવસમાં જ પંજાબના 24 મુખ્ય શહેરની 3 કરોડની જનતાને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનમાં ફૈસલાબાદ અને હાફિઝાબાદ જેવા ગાઢ વસ્તી ધરાવતા શહેરોની 80 ટકા વસ્તી પીવાના પાણી માટે ચિનાબના પાણી પર નિર્ભર છે. સિંધું જળ સત્તામંડળે આશંકા વ્યક્ત કરી છે કે, ભારતના આ પગલાંથી ખરીફપાકો માટે પાણીની 21 ટકા અછત વર્તાશે. પાકિસ્તાની સંસદમાં તેને યુદ્ધ છેડવાની કાર્યવાહી બતાવી છે.

ભારતે સિંધુ નદીનું પાણી રોકી દેતાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સમજૂતી તોડવા પર ભારતને ધમકી આપી હતી. બિલાવલે એક રૈલીમાં કહ્યું હતું કે, સિંધુમાં અમારુ પાણી વહેશે નહી તો તમારુ લોહી વહેશે. ઉપરાંત પાકિસ્તાનના વિદેશ મંત્રી આસિફ ખ્વાજા અને શાહબાજ શરીફે ભારતને ધમકી આપીને ઝેર ઓક્યું હતું.

પહલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ રોકી દીધી છે. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાનની વચ્ચે 6 નદીઓના પાણીની વહેચણીને લઈને સિંધુ જળ કરાર થયા હતા. આ કરાર હેઠળ ભારતને ત્રણ પૂર્વીય નદી રાવી, બિયાસ અને સતલુજના પાણી પર અધિકાર મળ્યો હતો. તો પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદી સિંધુ જેલમ અને ચિનાબના પાણીનો વપરાશ કરવાની પરમિશન અપાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાગરિક સંરક્ષણ માટે મોક ડ્રીલ એક સિમ્યુલેટેડ કટોકટી કવાયત,અસરકારક રીતે પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરવા માટે રચાયેલ છે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન સંઘર્ષ: નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ યોજવી જોઈએ, ગૃહ મંત્રાલયે ઘણા રાજ્યોને સૂચનાઓ જારી કરી છે

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસ વધતા કેન્દ્રીય મંત્રીએ કરી બેઠક, આ તારીખે કરવામાં આવશે મોક ડ્રીલ