કોરનાના નવા વેરિયન્ટથી શેરબજારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે જેના લીધે બજારમાં ભારે ધોવાણ આજે જોવા મળ્યો છે, ફરી એકવાર કોવિડના નવા વેરિયન્ટથી બજારમાં દહેશતનો માહોલ સર્જાયો છે ,જેના લીધે શેર બજારમા કડાકો જોવા મળ્યો છે, આજે સેન્સેકસમાં 1687 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે.
ભારતીય શેરબજારમાં કોરોનાની ઇફેકટ વર્તાઇ છે જેના લીધે BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 57,107 પર બંધ થયો હતો શેરબજારમાં કડાકો બોલાવતા અનેક રોકાણકારો નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. niftyમાં પણ સૈાથી મોટો કડાકો જોવા મળ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ઇન્ડેક્સ નીફટીમાં 509 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે ,જયારે નીફટી 17,026ની સપાટીએ બંધ રહ્યો હતો.
.
આ શેરબજારની સ્થિતિમાં કોરોના નવા વેરિયન્ટ પ્રભાવિત થતાં વિદેશના રોકાણકારોએ પોતાના શેર વેચવા માંડ્યા હતા આ ઉપરાતં ફાર્મા સિવાય તમામ સેકટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
ભારતીય શેરબજારો માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી બાદ બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. એક સમયે, સેન્સેક્સ 57000 અને 17,000 ની નીચે સરકી ગયો હતો, લગભગ 1800 અને નિફ્ટી 550 પોઈન્ટ ડાઈવિંગ કરી રહ્યો હતો. પરંતુ આજના કારોબારના અંતે સેન્સેક્સ 1687 પોઈન્ટ ઘટીને 57,107 પર અને નિફ્ટી 510 પોઈન્ટના ઘટાડા સાથે 17,026 પર બંધ થયો હતો
ઉલ્લેખનીય છે કે આજે નબળા વૈશ્વિક સંકેતો અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા વેરિઅન્ટના વધતા પ્રકોપની અસર શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે ફરી એકવાર શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. બીએસઈના 30 શેરવાળા સેન્સેક્સ અને એનએસઈના નિફ્ટી ઈન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો થયો છે. લાલ નિશાન પર ફરીથી વેપાર શરૂ કર્યાના થોડા સમય પછી, બંને સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો. સવારે 10.35 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,300 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. આ પછી સવારે 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1460 પોઈન્ટ ઘટીને નીચા સ્તરે આવી ગયો હતો.હાલમાં સેન્સેક્સ 1381.82 પોઈન્ટ્સ અથવા 2.33 ટકાના ઘટાડા સાથે 57,423.55 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 395.05 પોઈન્ટ્સ અથવા 2.27 ટકા ઘટીને 1412112ની સપાટીએ છે. કરતી રહી છે.
