National News/ ભારતે આંતકી મસૂદ અઝહરને ઠાર કરતા અમેરિકાએ માન્યો આભાર

આતંકી અબ્દુલ અઝહર જૈશને કમાન્ડ કરતો હતો. તો અમેરિકનોએ આ આતંકવાદીને ઠાર કરતા ભારતને ધન્યવાદ કર્યું છે.

Top Stories India

national news ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ છેડાઈ ગયું છે. ત્યારે પાકિસ્તાનમાં રહેલો આતંકી અબ્દુલ રઉફ અઝહરનો ભારતીય હુમલામાં ખાત્મો થઈ ગયો છે. આ આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. જે આતંકવાદી સંગઠન જૈશ-એ- મોહમ્મદનો વડો છે. આતંકી અબ્દુલ અઝહર જૈશને કમાન્ડ કરતો હતો. તો અમેરિકનોએ આ આતંકવાદીને ઠાર કરતા ભારતને ધન્યવાદ કર્યું છે.

મળતી માહિતી મુજબ આતંકવાદી રઉફ અઝહરે વર્ષ 2002માં એક યહૂદી પત્રકાર ડેનિયલ પર્લનું માથુ ધડથી અલગ કરી દીધું હતું. મૃતક પત્રકાર ડેનિયલ પર્લ વોલ સ્ટ્રીટ જર્નલના વરિષ્ટ પત્રકાર તરીકે કાર્યરત હતા. તેમનું આતંકીઓએ અપહરણ કરીને ખૂન કરી નાખ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાન અને ઈરાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ ઝાલમે ખલીલદાદે આતંકવાદી અબ્દુલ અઝહર સામે ભારતે કરેલી કાર્યવાહી બાબતે આભાર માન્યો હતો. તેમણે પોતાના સોશિયલ હેન્ડલ એક્સ પર લખ્યું કે, ‘પાકિસ્તાન વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી દરમિયાન ભારતીય સેનાએ ક્રૂર આતંકી અબ્દુલ અઝહરને મારી નાખ્યો છે. તેણે 2002માં પત્રકાર ડેનિયલ પર્લની હત્યા કરી હતી,, ન્યાય થયો છે. તે બદલ ભારતનો આભાર.’

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધ્યો છે. ત્યારે પાકિસ્તાને ગુરુવારના રોજ જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સૈન્ય છાવણીઓ પર મિસાઈલ્સ વડે હુમલો કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની નાપાક મિસાઈલ્સ અને ડ્રોનના હુમલાને તોડી પાડ્યો હતો. જોકે, હજુ આ હુમલામાં કોઈ નુકશાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી

આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ