West Bengal News/ મમતા સરકારની મોટી જાહેરાત, બરતરફ કરાયેલા ગ્રુપ સીડી કર્મચારીઓને દર મહિને ભથ્થું

રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓની આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ યોજના શરૂ કરી છે

Top Stories India

West Bengal news : પશ્ચિમ બંગાળમાં નોકરી ગુમાવનારા શાળાઓના ગ્રુપ સી અને ગ્રુપ ડી કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. બુધવારે મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે આવા કર્મચારીઓને હવે રાજ્ય સરકાર દ્વારા દર મહિને નાણાકીય સહાય આપવામાં આવશે. ગ્રુપ સીના કર્મચારીઓને માસિક રૂ. ૨૫,૦૦૦ અને ગ્રુપ ડીના કર્મચારીઓને માસિક રૂ. ૨૦,૦૦૦ ની સહાય મળશે જ્યાં સુધી તેમની નિમણૂક અંગેનો કેસ કોર્ટમાં પેન્ડિંગ રહેશે.આનંદબજાર પત્રિકાએ આ નિર્ણય અંગે માહિતી આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના શ્રમ વિભાગ હેઠળ ચલાવવામાં આવશે અને તેને પશ્ચિમ બંગાળ આજીવિકા અને સામાજિક સુરક્ષા વચગાળાની યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજના ૧ એપ્રિલ, ૨૦૨૫ થી અમલી માનવામાં આવશે અને કેબિનેટની મંજૂરી પછી, કર્મચારીઓને તે જ મહિના માટે રકમ મળશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સ્કૂલ સર્વિસ કમિશન (SSC) દ્વારા કરવામાં આવેલી લગભગ 26 હજાર નિમણૂકો રદ કરી હતી. આમાં શિક્ષકો અને શિક્ષણ કાર્યકરો બંનેનો સમાવેશ થતો હતો. કોર્ટે શિક્ષકોને શાળાએ જવા માટે કામચલાઉ પરવાનગી આપી છે પરંતુ ગ્રુપ સી અને ડી સ્ટાફને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી.આ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેટલાક લોકો વિચાર્યા વિના પીઆઈએલ દાખલ કરી રહ્યા છે અને હજારો પરિવારો આના પરિણામો ભોગવી રહ્યા છે.

તેમણે કટાક્ષમાં કહ્યું, “જે લોકો નોકરી આપવાની ક્ષમતા ધરાવતા નથી તેઓ ફક્ત પીઆઈએલ દાખલ કરે છે અને બીજાઓને મુશ્કેલીમાં મૂકે છે.” આ કારણોસર, રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓની આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ યોજના શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો:આ મુસ્લિમ દેશ ટ્રમ્પને ₹3400 કરોડની સૌથી મોંઘી ભેટ આપશે, જાણો શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો:યુદ્ધવિરામ કરો નહીં તો વેપાર બંધ: ડોનાલ્ડ ટ્રમ્પ