India News :બેંગલુરુમાં સોનાની તસ્કરી (Gold smuggling)ના એક મોટા મામલામાં કસ્ટમ વિભાગે કડક કાર્યવાહી કરી છે. અભિનેત્રી હર્ષવર્ધિની રાન્યા (Ranya Rao) સહિત ચાર લોકો પર કુલ 270.8 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.કસ્ટમ્સના અહેવાલ મુજબ, આ સિન્ડિકેટ દ્વારા માર્ચ 2024 થી માર્ચ 2025 વચ્ચે ભારતમાં 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરી કરવામાં આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 102.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
રાન્યા રાવ પર સૌથી મોટો 102.5 કરોડનો દંડ
30 સપ્ટેમ્બરે જારી કરાયેલા આદેશ અનુસાર, આ તસ્કરી કન્સાઇનમેન્ટ માટે રાન્યા રાવને મુખ્ય જવાબદાર ગણીને તેમના પર સૌથી મોટો 102.5 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
![]()
3 માર્ચે દુબઈથી પરત ફરતાં ઝડપાઈ હતી અભિનેત્રી Ranya Rao
આ પ્રકરણ 3 માર્ચ 2025 ના રોજ પ્રકાશમાં આવ્યું જ્યારે રાન્યા રાવ દુબઈથી બેંગલુરુ એરપોર્ટ પર (bengaluru custom)ઉતર્યા બાદ કસ્ટમ્સની તપાસમાં ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી અંદાજે 14.2 કિલો સોનું મળી આવ્યું હતું, જેની તે સમયની બજાર કિંમત આશરે 12.6 કરોડ રૂપિયા હતી.
શરીરમાં છુપાવવાની અડવી રીત: પકડાયેલું સોનું શરીરના અલગ-અલગ ભાગો જેવા કે પગની પિંડળીઓ, કમર, પેન્ટની જેબ અને જૂતાની અંદર અસામાન્ય રીતે છુપાવવામાં આવ્યું હતું.
ઘરમાંથી રોકડ અને દાગીના જપ્ત: બેંગલુરુના લાવેલ રોડ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા દરમિયાન 2.7 કરોડ રૂપિયા રોકડા અને 2.1 કરોડ રૂપિયાની કિંમતના દાગીના મળી આવ્યા હતા.
અગાઉની 14 ખેપો અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક
તપાસમાં ખુલાસો થયો છે કે મામલો માત્ર 3 માર્ચે ઝડપાયેલા સોના પૂરતો મર્યાદિત નથી, પરંતુ અગાઉ લાવવામાં આવેલી 14 કથિત તસ્કરીની ખેપોમાં 113 કિલોથી વધુ સોનું લાવવામાં આવ્યું હતું.
કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટના 16 કલાકથી વધુના સીસીટીવી ફૂટેજ અને 152 જેટલા ડિજિટલ તથા નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ બાદ આ આદેશ તૈયાર કરવામાં આવ્યો છે. નિયમ અનુસાર, આ ચારેય આરોપીઓ આદેશ મળ્યાના 60 દિવસની અંદર કસ્ટમ્સ કમિશનર (અપીલ્સ) સમક્ષ આ નિર્ણયને કાનૂની રીતે પડકારી શકે છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની કાર્યવાહી: શારજાહથી આવેલા બે મુસાફરો પાસેથી 219.43 ગ્રામ સોનું ઝડપાયું
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન: રૂ.1.33 કરોડનું સોનું જપ્ત, 3 મુસાફરો ઝડપાયા
