Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે પ્રોફાઇલિંગના આધારે એક મુસાફરને અટકાવી રૂ.65.69 લાખની કિંમતનું સોનું ઝડપી (Customs Gold Seizure)પાડ્યું છે. જેદ્દાથી દોહા થઈ અમદાવાદ પહોંચેલા મુસાફરે શરીરમાં સોનાની પેસ્ટ છુપાવી હોવાની તપાસમાં સામે આવ્યું હતું.
Ahmedabad એરપોર્ટ પરથી 65.69 લાખનું સોનું જપ્ત
અમદાવાદ એરપોર્ટ (Airport)પર કસ્ટમ્સ અધિકારીઓ મુસાફરોની ચકાસણી કરી રહ્યા હતા. દરમિયાન પ્રોફાઇલિંગના આધારે એક મુસાફરને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન શરીરમાં છુપાવવામાં આવેલી સોનાની પેસ્ટ (Gold Paste)મળી આવી હતી. મુસાફર જેદ્દાથી દોહા થઈ અમદાવાદ પહોંચ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ વધુ તપાસ કરતાં તેની પાસેથી સોનાની પેસ્ટ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
467.09 ગ્રામ સોનાની પેસ્ટ મળી
તપાસ દરમિયાન મુસાફરના શરીરમાંથી કુલ 467.09 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ પેસ્ટને અલગ કરીને તેની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રક્રિયા બાદ તેમાંથી 422.83 ગ્રામનું સોનું પ્રાપ્ત થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલું સોનું 24 કેરેટનું હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે રૂ.65.69 લાખ હોવાનું જણાવ્યું છે. સોનાને પેસ્ટના સ્વરૂપમાં શરીરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. આ રીતે સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકાને આધારે અધિકારીઓએ મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Customs Act હેઠળ ધરપકડ, વધુ તપાસ શરૂ
સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે મુસાફરની ધરપકડ કરી છે અને Customs Act હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોનું ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, અમદાવાદ સુધી પહોંચાડવા પાછળ કોણ સંકળાયેલું છે અને આ દાણચોરીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન: રૂ.1.33 કરોડનું સોનું જપ્ત, 3 મુસાફરો ઝડપાયા
આ પણ વાંચો:“થાઇલેન્ડથી પાર્સલમાં મોકલાયું લાકડું;પણ અંદરથી જે નીકળ્યું તે જોઇને કસ્ટમ્સ અધિકારીઓ પણ ચોંકી ગયા!
