Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, કસ્ટમ્સની મોટી કાર્યવાહી

બેંગકોકથી અમદાવાદ આવેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી 5.368 કિલો હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Ganja) મળી આવતા AIU અને કસ્ટમ્સે આરોપીની ધરપકડ કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ટ્રોલી બેગમાં લીંબુ વચ્ચે છુપાવ્યો હતો Hydroponic Ganja, અમદાવાદ એરપોર્ટ પર મુસાફર ઝડપાયો

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad Airport) પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી દરમિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરીને આવેલા એક વ્યક્તિની ટ્રોલી બેગમાંથી 5.368 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Ganja) જપ્ત કરવામાં આવ્યો છે.

માહિતી મુજબ, આરોપી થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે બેંગકોકથી અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટ પર પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે સુરક્ષા એજન્સીઓને તેના પર શંકા જતાં તેને રોકી પૂછપરછ કરવામાં આવી હતી.

ટ્રોલી બેગમાં પાંચ કાળા પેકેટ

કસ્ટમ્સ અધિકારીઓએ મુસાફરની ટ્રોલી બેગની વિગતવાર તપાસ કરતાં અંદરથી કાળા રંગની પોલિથિનમાં ખૂબ જ ચાલાકીથી પેક કરેલા પાંચ શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. બેગમાં લીંબુ પણ રાખવામાં આવ્યા હતા, જેથી નશીલા પદાર્થની ગંધ છુપાવી શકાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Hydroponic Ganja: ફિલ્ડ ટેસ્ટમાં થયો ખુલાસો

જપ્ત કરાયેલા પદાર્થની ફિલ્ડ ટેસ્ટ કિટથી તપાસ કરવામાં આવતા તે ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Ganja) હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ કસ્ટમ્સ વિભાગે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી હતી.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક કાર્યરત છે કે નહીં.અમદાવાદ કસ્ટમ્સ અને AIU દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બહાર 600 ગ્રામ સોનાની લૂંટ: પોલીસની ઓળખ આપી વેપારીના કર્મચારીઓને કારમાં બેસાડી લૂંટ ચલાવી, CCTVના આધારે તપાસ શરૂ

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 11 કિલો ગાંજો ઝડપાયો