Not Set/ એલોપેથિક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ચેડા,પોલીસે બોગસ તબીબની કરી અટકાયત

વડત્રા, જામ ખંભાળિયાનાં વડત્રામાંથી બોગસ તબીબ ઝડપાયો છે. એલોપેથિક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસને બાતમી મળતા તપાસ કરી હતી. તપાસ દરમ્યાન તબીબ એલોપેથિક દવાઓ આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવતા પોલીસે તબીબની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાળિયા તાલુકાના નાના એવા વડ્ત્રા ગામમાં […]

Gujarat Others Trending

વડત્રા,

જામ ખંભાળિયાનાં વડત્રામાંથી બોગસ તબીબ ઝડપાયો છે. એલોપેથિક દવાઓ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસને બાતમી મળતા તપાસ કરી હતી. તપાસ દરમ્યાન તબીબ એલોપેથિક દવાઓ આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનું બહાર આવતા પોલીસે તબીબની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાળિયા તાલુકાના નાના એવા વડ્ત્રા ગામમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથિક દવાઓ આપી પોતાનૂ ડિગ્રી વિનાનૂ દવાખાનુ ચલાવી રહ્યો હોઇ આ બાબતની ચોક્કસ બાતમીને આધારે પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક પંચ રૂબરૂ હેલ્થ ઓફિસરને સાથે રાખી બોગસ તબીબને રંગે હાથે ઝડપી લીધો હતો.

આ આરોપી પહેલા કોઇ ડોકટરો સાથે કામ કરતો હતો નફા વારા આ ધંધામાં અનુભવને આધારે અહી પોતાની દવાની દુકાન ખોલી વેપાર શરૂ કર્યો હતો.

સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ બોગસ તબીબ અરબિંદા બિસ્વાસ બેતાઈ ગામનો રહેવાસી હોવાનુ વેસ્ટ બેંગાલનો હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.