Gujarat Weather/ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 42°C સુધી તાપમાન, અનેક જિલ્લામાં હીટવેવ એલર્ટ!

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો (Heatwave) પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગ અનુસાર રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41.6°C સુધી તાપમાન પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં 41°Cથી વધુ નોંધાયું છે. અનેક જિલ્લાઓમાં હીટવેવ અને યલો એલર્ટ જાહેર.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત જ કાળઝાળ ગરમી સાથે થઈ છે.હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની (Heatwave) સ્થિતિ જાહેર કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો 42°C સુધી પહોંચ્યો છે, જે સામાન્ય કરતાં 5થી 8°C વધુ છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.6°C નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 41.4°Cની નજીક તાપમાન રહ્યું છે.

ગુજરાતના શહેરોનું તાપમાન 

શહેરો

તાપમાન

રાજકોટ અને સુરેન્દ્રનગર 41.6°C
અમદાવાદ 41.4°C
ગાંધીનગર 40-41°C
વડોદરા 40-41°C
સુરત 39-40°C
ભાવનગર 39-40°C
કચ્છ ,ભુજ/નલિયા 39-40°C

ગુજરાતમાં હીટવેવ (Heatwave)

આ અકાળ ગરમીને કારણે લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં.
હવામાન વીભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જુનાગઢ, કચ્છ વગેરે 8-9 જિલ્લાઓમાં આજે અને આવતીકાલે (10-11 માર્ચ) સીવિયર હીટવેવની (Heatwave) શક્યતા છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને અન્ય 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે, ત્યારબાદ 2-4°Cનો ઘટાડો થવાની શક્યતા છે.કોસ્ટલ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાની સ્થિતિ 10થી 13 માર્ચ સુધી ચાલુ રહેશે, જે ઉકળાટ વધારશે.

ગુજરાતમાં હીટવેવના (Heatwave) દિવસો સામાન્ય કરતાં વધુ રહેશે, ખાસ કરીને માર્ચમાં અલગ-અલગ વિસ્તારોમાં.માર્ચથી મે સુધીના સમયગાળામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસો રહેશે, પરંતુ ગુજરાતમાં અલગ પ્રદેશોમાં વધુ અસર.મહત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ રહેશે.માર્ચમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા, પરંતુ ગરમીનો પ્રકોપ વધુ.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી