Dharma & Bhakti/ ખરમાસ નો ક્યારે પ્રારંભ થશે,14 કે 15 માર્ચ? શું આ સમય દરમિયાન લગ્ન કરી શકાય ખરા?

પંચાંગ અનુસાર, ખરમાસ (Kharmas 2026) વર્ષ દરમિયાન, બે વાર આવે છે…પ્રથમ તો ધનુ સંક્રાંતિ પર અને બીજી વાર મીન સંક્રાંતિ પર…માર્ચ મહિનામાં આવનાર…

Trending Religious Rashifal Dharma & Bhakti
Kharmas 2026, ધનુર્માસ, બાબરી, સૂર્ય ગ્રહ, માર્ચ

Dharm & Bhakti: ખરમાસ શરુ થતા જ શુભ અને માંગલિક કાર્યો અટકી જાય છે. જ્યારે-જ્યારે સૂર્ય દેવ ધનુ રાશિ અને મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે-ત્યારે ખરમાસ (Kharmas 2026) લાગતો હોય છે. માર્ચ મહિનામાં સૂર્ય દેવ મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે.

Kharmas 2026, ધનુર્માસ, બાબરી, સૂર્ય ગ્રહ, માર્ચ

વર્ષ દરમિયાન કેટલા ખરમાસ?

પંચાંગ અનુસાર, ખરમાસ વર્ષ દરમિયાન, બે વાર આવે છે…પ્રથમ તો ધનુ સંક્રાંતિ પર અને બીજી વાર મીન સંક્રાંતિ પર…ધનુ સંક્રાંતિ વાળો ધનુર્માસ (Dhanurmas) અર્થાત્ ખરમાસ ડિસેમ્બર-જાન્યુઆરી (December-January) મહિનામાં આવે છે અને મીન સંક્રાંતિ વાળો ખરમાસ માર્ચ-એપ્રિલ (March-April) મહિનામાં આવે છે.

આ માર્ચ મહિનામાં મીન સંક્રાંતિ વાળો ખરમાસ શરુ થવા જઇ રહ્યો છે. જેવો આ ખરમાસ પ્રારંભ થશે કે તરત જ, શુભ કાર્યો કરવા પર નિષેધ લગાવી દેવામાં આવશે. આવા શુભ કાર્યોમાં લગ્ન, સગાઇ, યજ્ઞોપવીત, બાબરી, નામકરણ, ગૃહ પ્રવેશ (Marriage, Engagement, Yagnopavit, Babri, Namkaran) નવા કાર્યોનો પ્રારંભ કરવો ઉપરાંત, કાન વીંધાવવા વગેરે શુભ કાર્યો કરવામાં નહિં આવે.

ખરમાસ (Kharmas 2026)માં શા માટે વર્જીત છે શુભ કાર્યો?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુભ કાર્યો કરવા માટે સૂર્ય (Surya Grah)નું મજબૂત અને ઉચ્ચસ્થ હોવું અત્યંત જરુરી છે. ખરમાસ દરમિયાન જ્યારે સૂર્ય દેવ બૃહસ્પતિની રાશિઓ ધનુ અથવા મીનમાં હોય ત્યારે એમની ગતિ મંદ પડી જાય છે. એવું માનવામાં આવે છે કે, આવા સંજોગોમાં કરવામાં આવેલા શુભ કાર્યોનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતુ, આથી આ સમગ્ર માસને માંગલિક કાર્યો માટે ઉપયુક્ત માનવામાં આવતો નથી. તો હવે ચાલો જાણી લઇએ કે, આ ખરમાસ ક્યારે શરુ થવાનો છે…

માર્ચમાં ખરમાસ ક્યારે શરુ થશે?

માર્ચ મહિનામાં જ્યાર પણ સૂર્ય દેવ 14 માર્ચ 2026 ની મોડી રાત્રે 1 વાગીને 8 મિનિટે મીન રાશિમાં ગોચર (Surya Gochar) કરશે ત્યારે એક મહિના માટે ખરમાસ લાગી જશે અને જેનું સમાપન 14 એપ્રિલ 2026 ના રોજ થશે. સૂર્ય દેવ 14 એપ્રિલે જેવા મેષ રાશિમાં પ્રવેશ કરશે એવો જ ખરમાસ પૂર્ણ થઇ જશે.

Kharmas 2026, ધનુર્માસ, બાબરી, સૂર્ય ગ્રહ, માર્ચ

ખરમાસમાં શું લગ્ન-સગાઇ થઇ શકે ખરા?

ખરમાસમાં લગ્ન-સગાઈ વગેરે માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. એવું કહેવાય છે કે, આ મહિના દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યો (Shubh Karya) નિષ્ફળ જવાની સંભાવનાઓ વધુ હોય છે!

ખરમાસમાં આટલા કાર્યોનો નિષેધ

1. આ સમય દરમિયાન, લગ્ન સંબંધી કોઇ પણ શુભ કાર્યો ન કરવા જોઇએ.

2. ઘર અથવા તો સંપત્તિ ખરીદવું (House Purchase) શુભ માનવામાં આવતુ નથી.

3. નવું વાહન (Vehicle) પણ ન ખરીદવું જોઇએ.

4. ખરમાસ દરમિયાન, ગૃહ પ્રવેશ કરવાનું શુભ ગણાતું નથી.

Kharmas 2026, ધનુર્માસ, બાબરી, સૂર્ય ગ્રહ, માર્ચ

5. બાબરી (મુંડન, Mundan) તથા નામકરણ વગેરે કાર્યો પણ આ સમય દરમિયાન વર્જીત છે.

6. આ મહિનામાં સૂર્યદેવની આરાધના અવશ્ય કરવી જોઇએ.

7. પિતા અને પૂર્વજોનું શ્રાદ્ધ (Shraddha) કરવું આ મહિના દરમિયાન શુભ માનવામાં આવે છે.

8. જળનું દાન કરવું બેહદ શુભ મનાય છે.

9. આ મહિના દરમિયાન, પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અનેરું મહાત્મ્ય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…

આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…