પર્થ,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટની શ્રેણીની બીજી મેચ શુક્રવારથી પર્થ ખાતે રમાવવાની છે, ત્યારે આ પહેલા ૧૩ સભ્યોની ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઘોષિત કરવામાં આવેલી ભારતીય ટીમમાં સ્પિન બોલર આર. અશ્વિન અને રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું નથી. આ બંને ખેલાડીઓ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં હશે નહિ.
India name 13-man squad for 2nd Test: Virat Kohli (C), M Vijay, KL Rahul, Cheteshwar Pujara, Ajinkya Rahane (VC), Hanuma Vihari, Rishabh Pant (WK), Ravindra Jadeja, Ishant Sharma, Mohammed Shami, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, Umesh Yadav #TeamIndia #AUSvIND pic.twitter.com/dBnMLqZ7AD
— BCCI (@BCCI) December 13, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૩૧ રને શાનદાર વિજય થયો હતો અને ૧-૦ની લીડ મેળવી હતી.
ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કે એલ રાહુલ, ચેતેશ્વર પુજારા, રહાને, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.
