Not Set/ દેશની રાજકોષીય ખોટને લઈ મોદી સરકાર માટે આવ્યા ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી, દેશના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં થયેલી રાજકોષીય ખોટ અંગે વર્તમાન મોદી સરકાર માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દેશની રેવેન્યુમાં થયેલા ઘટાડાના કારણે રાજકોષીય ખોટમાં ૩.૫ ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે. માનવામાં આવી રહ્યું છે કે, ડાયરેક્ટ ટેક્સ અને ટેક્સ વગરની રેવેન્યુમાં થયેલા ઘટાડાને કારણે દેશની […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

દેશના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં થયેલી રાજકોષીય ખોટ અંગે વર્તમાન મોદી સરકાર માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દેશની રેવેન્યુમાં થયેલા ઘટાડાના કારણે રાજકોષીય ખોટમાં ૩.૫ ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

માનવામાં આવી રહ્યું છે કે, ડાયરેક્ટ ટેક્સ અને ટેક્સ વગરની રેવેન્યુમાં થયેલા ઘટાડાને કારણે દેશની રાજકોષીય ખોટમાં ઘટાડો થયો છે.

ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચના જણાવ્યા મુજબ, મેક્રોઇકોનોમિકલ હેલ્થને નિર્ધારિત કરવા માટે આ મહત્વનું પાસું ગણાય છે, પરંતુ તે ચાલુ નાણાકીય વર્ષમાં ૩.૫ ટકા પર આવી જશે.

આ સાથે જ સતત ત્રીજા વર્ષે આ ગેપ નંબર ૩.૫ ટકા જેટલી હશે.

સરકારના રાજકોષીય ખોટ અંગે વાત કરવામાં આવે તો, આ ખોટ કુલ રેવેન્યુ તેમજ અન્ય ખર્ચ વચ્ચેનું અંતર હોય છે, જે ૬.૬૭ લાખ કરોડ રૂપિયા થઇ જશે. જો કે આ પહેલા તે ૬.૨૪ લાખ કરોડ રૂપિયા રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિચ ગ્રુપનો ભાગ રહેલા એજેન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારની રેવન્યુ પર દબાણ મૂળરૂપ થી રેવેન્યુ દ્વારા ઉત્પન્ન થતા ઇનડાયરેક્ટ ટેક્સ અને નોન ટેક્સ રેવેન્યુ છે.

આ એજન્સીએ કહ્યું, ઇનડાયરેક્ટ ટેક્સમાં ૨૨,૪૦૦ કરોડ રૂપિયા નો ટેક્સ ઓછો આવવાની આશા છે.