દેશના ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થયો છે. દેશભરમાંથી કોંગ્રેસને શુભેરછા મળી રહી છે.
તેવામાં દેશની બેંકના કરોડો રૂપિયા લઈને ભાગી જનાર આલ્કોહોલના કારોબારી વિજય માલ્યાએ પણ ટ્વીટ કરીને શુભેરછા આપી છે.
Young Champions @SachinPilot and @JM_Scindia Many congratulations.
— Vijay Mallya (@TheVijayMallya) December 13, 2018
વિજય માલ્યાએ સચિન પાયલોટ અને જ્યોતિરાદીત્ય સિંધિયાને શુભેરછા આપી છે. વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ના પરિણામો જાહેર થયા પછી ભાગેડુ વિજય માલ્યાએ ટ્વીટ કર્યું હતું.
સચિન પાયલોટ અને જ્યોતિરાદીત્ય સિંધિયાને વિજય માલ્યાએ યંગ ચેમ્પ્યિન કહીને સંબોધ્યા છે.
આ ટ્વીટની લોકો મજા લઇ રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પર નિશાનો પણ સાધ્યો છે. એક વ્યક્તિએ જવાબ આપ્યો છે કે તમે જયારે ભારત આવી જાઓ ત્યારે રૂબરૂ મળીને સચિન અને સિંધિયાને શુભેરછા આપી દેજો.
તમને જણાવી દઈએ કે પીએનબી બેંક સહિત દેશની બીજી બેન્કોના કુલ ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ભાગી જનાર વિજય માલ્યાને લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે ભારત મોકલવા માટેની મંજુરી આપી દીધી છે.
