Lifestyle: આજકાલ વાળની સમસ્યાઓ (Hair Problems) વધી ગઇ છે અને સ્થિતિ એવી છે કે, વાળ ખરવા, ખોડો થવો અને સ્કૅલ્પ ઇન્ફેક્શન (Hair loss, Dandruff, and Scalp Infection)થી સૌ કોઇ પરેશાન છે. આનું મોટું કારણ ગંદકી અને સ્વચ્છતાની ઉણપ છે.
લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણને કારણે વાળની સમસ્યા (Hair Problems)
આ ઉપરાંત, ડ્રાય સ્કૅલ્પના કારણે પણ ઘણા લોકોને આ સમસ્યા થઇ શકે છે. આ સંજોગોમાં વાળની અનેક સમસ્યાઓનું નિવારણ મેથી અને સરસવના ઉપયોગથી થઇ શકે છે. આ બંને વસ્તુઓનું મિલન ચમત્કાર સર્જે છે અને અનેક હેર પ્રોબ્લેમ્સ દૂર થાય છે. તો ચાલો જાણીએ વાળમાં મેથી અને સરસિયું લગાવવાના ફાયદા (Methi & Mustard Oil for Hair) અંગે…

ફાસ્ટ લાઇફસ્ટાઇલ, જંક ફૂડ અને પ્રદૂષણને કારણે લોકોના વાળ ઘણી ઝડપથી નિસ્તેજ અને ડેમેજ થવા લાગ્યા છે. રફ વાળ (Rough Hair)નો પ્રોબ્લેમ ઘણો કોમન છે. પોતાના હેર શાઇની બને એ માટે લોકો કેરોટિન અને હૅર બોટોક્સ (Hair Botox) જેવી મોંઘામાં મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. જો કે, આ ટ્રીટમેન્ટ વાળના સ્વાસ્થ્ય માટે સારી સાબિત નથી થતી હોતી…આ સંજોગોમાં જો તમે તમારા કેશને કુદરતી રીતે ચમકીલા બનાવવા ઇચ્છતા હો તો મેથી અને સરસવના તેલનો ઉપયોગ કરો. આ બંને વસ્તુઓ વાળને પ્રાકૃતિક રુપથી ચમકદાર બનાવવામાં ખૂબ જ લાભદાયી છે. તો ચાલો જાણીએ એનો ઉપયોગ કરવાની ટિપ્સ અંગે…

વાળમાં મેથી અને સરસિયું લગાવવાના ફાયદા (Benefits of Fenugreek and Mustard Oil to Hair)
મેથી અને સરસવનું તેલ વાળમાં લગાવવાના ઘણા ફાયદા છે. આ બંને વસ્તુઓ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે અને એને લગાવવાથી સ્કૅલ્પ ઇન્ફેક્શન ઓછું થઇ શકે છે. આ તેલ વાળ અને માથાની ગંદકીને સાફ કરે છે, ફંગલ અને બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શનને ઓછું કરે છે અને વળી ડ્રાય સ્કિન (Dry Skin)ની સમસ્યાને દૂર કરીને ડેન્ડ્રફથી વાળની રક્ષા કરે છે.

વાળમાં મેથી-સરસિયાનો ઉપયોગ શી રીતે કરશો?
1. સૌપ્રથમ 1 ચમચી મેથીદાણાને લઇને એમને મિક્સરમાં વાટીને એનો પાવડર બનાવી લેવો.
2. હવે એને 1 નાની વાડકી સરસવના તેલમાં મિક્સ કરી લેવો.
3. આ મિશ્રણને થોડીવાર પલળવા દેવું અને પછી હળવા હાથે વાળમાં મૂળ સુધી લગાવી લેવું.
4. અડધા કલાક બાદ વાળને સારી રીતે નવશેકા પાણી અને શેમ્પૂ (Shampoo)ની મદદથી સ્વચ્છ કરી લેવા.
5. આ પ્રયોગ કરવાથી તમારા સ્કૅલ્પની સફાઇ ઉપરાંત વાળની ચમક પણ વધી જશે!
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અણગમતા વાળ દૂર કરવા માટે લીંબુ અને ખાંડનો વેક્સ ઘરે જ બનાવો…બ્યુટી પાર્લરનો ખર્ચ બચાવો!
આ પણ વાંચો: એલોવેરાથી ખોડો શી રીતે દૂર કરવો? વાળ મજબૂત થશે…ખંજવાળની સમસ્યા દૂર કરવાની ટિપ્સ..!
આ પણ વાંચો: શેવિંગ માટે ક્રીમના સ્થાને કરો કાચા દૂધનો વપરાશ…વાળ થશે સફાચટ…ચહેરા પર છવાશે નિખાર! આ રહી ટિપ્સ…
