Lifestyle: પુરુષોના ચહેરા પર દાઢી-મૂછ (Beard and Moustache) ઉગતા જ રહે છે અને એને દરરોજ અથવા તો અઠવાડિયે એકવાર તો શેવિંગ (Shaving)ની જરુર પડતી જ હોય છે! આ માટે લોકો માર્કેટમાં મળતી મોંઘી ક્રીમ અથવા જેલ (Cream or Gel)નો ઉપયોગ કરતા હોય છે. આ પ્રોડક્ટ્સથી વાળ આસાનીથી સફાચટ તો થઇ જાય છે પણ આવું વારંવાર થવાથી ચહેરાની ત્વચા બેજાન થવા લાગે છે. આ ઉપરાંત, જો તમારી સ્કિન સંવેદનશીલ હોય તો તો સમસ્યા વધી શકે છે. ઘણી વાર સ્કિનમાં બળતરા અને શુષ્કતા (Dry Skin)ને કારણે અમુક લોકોને દાઢી કરવાનું (Shaving) ગમતુ નથી!
તૈયાર મળતા શેવિંગ ક્રીમના મોટા ભાગની પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ (Chemical) વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન પહોંચી શકે છે. આથી બહેતર છે કે, તમે શેવિંગ (Shaving) કરતી વખતે કુદરતી નુસખા અપનાવો. આ માટે કાચું દૂધ મદદરુપ થશે. તો ચાલો જોઇએ કાચા દૂધથી શેવિંગ (Raw Milk Shaving) કરવાની એક્સપર્ટ ટિપ્સ (Tips) વિશે…

શેવિંગ (Shaving)માં કાચા દૂધનો ઉપયોગ કરવાની ટિપ્સ
દૂધની સહાયતાથી દાઢીના વાળ (Beard Hair) સાફ કરી શકાય છે. જો કે, આ દરમિયાન, તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે જેથી તમારા ચહેરા પર કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. એક્સપર્ટના મતે, કાચા દૂધમાં હાજર લેક્ટિક એસિડ (Lectic Acid) અને નેચરલ ફેટ વાળને નરમ અને સૉફ્ટ બનાવે છે. આ કારણે એમનું શેવિંગ (Shaving) આસાન બને છે.
દૂધથી દાઢીના વાળ કેવી રીતે સાફ કરશો?
1. દૂધથી દાઢી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં દૂધને કાઢી લેવું.
2. ત્યાર બાદ, નવશેકા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ લેવો.
3. એક રુ (Cotton)ની મદદથી કાચું દૂધ દાઢીના વાળ પર લગાવો.
4. એને 4-5 મિનિટ સુધી રહેવા દઇને પછી હળવા હાથે શેવિંગ (Shaving) કરવું.
5. આમ કરવાથી વાળ સરળતાપૂર્વક સ્વચ્છ થઇ જશે અને તમારી ત્વચાને કશું નુકસાન પણ નહિં પહોંચે!

આ બાબતોમાં સાવધાની રાખો
1. દૂધ વાપરતા પહેલા પોતાના ચહેરા પર સહેજ લગાવીને જોઇ લો. જો તમારી સ્કિન સંવેદનશીલ છે (Sensitive) તો તદ્દન ફ્રેશ દૂધ (Fresh Milk) વાપરવુ.
2. જો ચહેરા પર એલર્જી, કાપા કે ઇન્ફેક્શન (Allergy, Rashes or Infection) હોય તો એનો ઉપયોગ ટાળવો.
3. દૂધ સાથે હળદર (Turmeric) મેળવીને લગાવી શકો છો, એનાથી ચહેરાને કોઇ પણ જાતનું નુકસાન નહિં થાય.
દૂધ વાપરવાના ફાયદા
1. ચહેરા પર કુદરતી નિખાર આવે છે.
2. દાઢીના વાળને મુલાયમ બનાવે છે.
3. સ્કિન ટોન (Skin Tone)ને કોઈ અડઅસર થતી નથી.
4. ઉઝરડાની સંભાવના ઓછી કરે છે.
5. કપાવા અથવા બળતરા થવાનું જોખમ ઓછું થાય છે.
6. ચહેરાની કુમાશ અને નિખાર (Glow)ને જાળવી રાખે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
