Lifestyle News : વાળ (Hair)ખરવાનું સમસ્યાથી આજે બહુ લોકો પીડાય છે , અને વદ ખરવું આજની જનરેશનમાં સામાન્ય બની ગયું છે , પણ આ સમસ્યાનો ઉપાય મોંઘા સલૂન ટ્રીટમેન્ટમાં જ નથી. તમે ઘર પર જ સરળ, કુદરતી અને અસરકારક હેર પેકથી તમારા વાળ(Hair)ને મજબૂત બનાવી શકો છો. મેથીના દાણામાં રહેલા પોષક તત્વો તમારા વાળના સ્વાસ્થ્યને વધારવામાં સહાય કરે છે અને વાળને પાતળા થવાથી રોકે છે.જાણીએ આ સરળ ઉપાય ……….
હેર (Hair)પેક કેવી રીતે બનાવવું:
2 ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં ભીંજવા દો.
સવારના સમયે ભીંજેલા દાણાને મિક્સરમાં સારી રીતે પીસી લો.
આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ હેર પેકને અઠવાડિયામાં 1–2 વખત ઉપયોગમાં લો.
હેર (Hair)પેક ઉપયોગ કરવાની રીત:
હેર પેકને માત્ર વાળ પર જ નહીં, પરંતુ માથાની ચામડી પર પણ લગાવો.
તેને 30–40 મિનિટ માટે લાગુ રહેવા દો.
પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.
જરૂર પડે તો હૂંફાળું પાણી વાળ ધોવા માટે ઉપયોગ કરી શકો છો.
વાળ (Hair)માટે ફાયદા:
મેથીના દાણાથી બનેલો હેર પેક વાળને પોષણ આપે છે.
વાળનો ત્વચા (સ્કાલ્પ ) સ્વચ્છ અને મજબૂત બને છે.
નિયમિત ઉપયોગથી વાળ લંબા, જાડા અને તંદુરસ્ત થાય છે.
નોંધ : આ લેખમાં જણાવેલી માહિતી સામાન્ય જ્ઞાન માટે છે. કોઈપણ દાવા કે તબીબી સુલાહની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: તમારી કઇ આદતો તમારા વાળ ખરવાનું કારણ બની રહી છે ? જાણો
આ પણ વાંચો: તહેવાર બાદ શરીરની આ રીતે રાખો કાળજી, નહીંતર થઈ જશો બીમાર
આ પણ વાંચો: માત્ર 21 દિવસમાં આયર્નની ઉણપ દૂર થશે! તમારા આહારમાં આ 5 ખોરાકનો સમાવેશ કરો
