નિકુંજ પટેલ : અમદાવાદમાં ઈ-ચલાનના નામે વાહન ચાલકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાપાશ થયો છે. છેતરપિંડી કરનાર ભેજાબાજો લોકોને પોલીસ હોવાનું કહી ખોટી ધોંસ જમાવી લોકોને બોગસ લીંક મોકલી રૂપિયા પડાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી એક આરોપીની ધરપકડ કરી છે.
અમદવાદ ટ્રાફિક પોલીસના નામે વાહનચાલકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાંચે ઝારખંડથી એક આરોપીની ધરપકડ કરી છે. ટ્રાફિક પોલીસમાંથી બોલું છું કહીને નવી જ મોડસ ઓપરેન્ડી અજમાવી તાત્કાલિક મેમો ભરવા કહીને આ ગેંગ દ્વારા હજારો લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની વેબસાઈટના લુપ હોલ્સનો આ ગેંગે બખુબી ગેરફાયદો ઉઠાવ્યો હતો.
વન નેશન વન ચલન એપ્લિકેશન દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને એક લીંક મારફતે ઈ ચલનનો ટેક્સ મેસેજ મોકલીને ઓટીપી મારફતે પેમેન્ટ ભરવાની સુવિધા અપાઈ છે.
આ કેસમાં આરોપીઓ એક મોબાઈલ દ્વારા ગુજરાત પોલીસનો લોગો લગાવી પોતે ટ્રાફિક પોલીસમાંથી બોલે છે, એમ જણાવે છે. બાદમાં ટ્રાફિક ભંગના મેમા તાત્કાલિક ભરવા ગુજરાત સરકારને ભળતી લીંક મોકલીને તેમાંઈ મેમો ભરવા કહે છે.
જો મેમો નહી ભરો તો પોલીસ તમને પકડવા ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે કહીને ધમકી આપતા હતા. આરોપીઓ વાહનચાલકો પાસેથી નેટબેંકીંગની માહિતી મેળવીને તેમની પાસેથી લાખોની રકમ પડાવતી હતી.
