Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવતીને તેના જ બોયફ્રેન્ડ દ્વારા બ્લેકમેલ (Boyfriend Blackmail Girlfriend) કરી તેના પરિવારના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી કરવા માટે મજબૂર કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે યુવકે યુવતી સાથેના અંગત ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
યુવતીના જણાવ્યા મુજબ, તેણે પરિવારના લોકરમાં રાખવામાં આવેલા આશરે રૂ.14.39 લાખના દાગીના કાઢીને બોયફ્રેન્ડને આપ્યા હતા. સમગ્ર મામલો પરિવારને જાણ થતાં યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી હાર્દિક પંચાલની શોધખોળ શરૂ કરી છે.
Boyfriend Blackmail Girlfriend: ડિસેમ્બર 2025માં બંનેની મુલાકાત થઈ હતી
ફરિયાદ મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી ખાનગી યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ડિસેમ્બર 2025 દરમિયાન તેની મુલાકાત અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને તેની સાથે જ અભ્યાસ કરતા હાર્દિક પંચાલ સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવતીનો આક્ષેપ છે કે હાર્દિકે તેની સાથે લગ્ન કરવાની વાત કહીને તેને અલગ-અલગ હોટલમાં લઈ જતો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન તેણે યુવતીના અંગત ફોટા અને વીડિયો પણ પોતાના મોબાઇલમાં રાખી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
Boyfriend Blackmail Girlfriend: પિતાના ધંધામાં નુકસાન બાદ યુવતી પાસે પૈસાની માગણી
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, હાર્દિકના પિતાના ટેક્સટાઇલના વ્યવસાયમાં નુકસાન થયું હતું. ત્યારબાદ હાર્દિકે યુવતી પાસે આર્થિક મદદ માગી હતી. યુવતીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ તેની પાસે રહેલા અંગત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ ધમકીથી ડરી ગયેલી યુવતી કથિત રીતે પોતાના પરિવારના ઘરમાં રાખવામાં આવેલા દાગીના હાર્દિકને આપવા માટે મજબૂર બની હતી.
Boyfriend Blackmail Girlfriend: લોકરમાંથી રૂ.14.39 લાખના દાગીના કાઢ્યા
યુવતીના જણાવ્યા મુજબ, તેણે ઘરના લોકરમાં રાખવામાં આવેલા તેના માતા-પિતા અને બહેનના કુલ આશરે રૂ.14.39 લાખના દાગીના કાઢીને હાર્દિકને આપી દીધા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે યુવતી અને હાર્દિક બંને અલગ-અલગ જ્વેલર્સની દુકાનો પર દાગીના વેચવા માટે ગયા હતા. બાદમાં યુવતીએ હાર્દિક પાસે દાગીના પરત માગ્યા ત્યારે તેણે આ જ ડિઝાઇનના નવા દાગીના બનાવી આપવાનું કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
Boyfriend Blackmail Girlfriend: બહેને લોકર ખોલ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો
આ સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે યુવતીની બહેનને સાસરીમાં જવાનું હોવાથી દાગીના લેવા માટે ઘરના લોકરમાં તપાસ કરી હતી. લોકર ખોલતાં દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ યુવતીને પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પરિવારજનોએ ત્યારબાદ હાર્દિકના પરિવારનો સંપર્ક કર્યો હતો. જોકે, આ મામલે કોઈ ઉકેલ ન આવતા યુવતીના પરિવારજનો પોલીસ પાસે પહોંચ્યા હતા.
Boyfriend Blackmail Girlfriend: નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આખરે યુવતીએ હાર્દિક પંચાલ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં યુવતીએ લગ્નની લાલચ, વારંવાર દુષ્કર્મ, અંગત ફોટો-વીડિયોના આધારે બ્લેકમેલિંગ (Boyfriend Blackmail Girlfriend) અને દાગીના લઈ જવા માટે મજબૂર કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ ઘટનાની હકીકત અને આરોપીની ભૂમિકા અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:અમરાવતીમાં ‘કોની વધુ ગર્લફ્રેન્ડ’ની હોડમાં સગીરાઓના વીડિયો વાયરલ, 4 ની ધરપકડ
