Surat Rampura Young Man Death CCTV : સુરત શહેરના રામપુરા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. એક રત્નકલાકારે ચોથા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે. કામકાજ બાબતે પિતાએ સમજાવટ કરતાં મન દુભાઈ ગયેલા 23 વર્ષીય યુવકે (Young Man) રહેણાંક બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી મોતને વહાલું કર્યું છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
યુવક (Young Man) હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, રામપુરા રામવાડી વિસ્તારમાં આવેલા ‘હમ્દપાર્ક’ નામના બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી પરિવાર સાથે રહે છે. તેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી દાનિશ કામ વગર બહાર ફરતો હોવાની વાતને લઈને પિતાએ તેને સમજાવ્યું હતું.
તબીબોએ તેને મૃત જાહેર કર્યો
પિતાની વાત દાનિશને મન પર લાગી હોવાનું માનવામાં આવે છે. 26 ડિસેમ્બરની રાત્રે યુવકે (Young Man) અચાનક આવેશમાં આવી બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં યુવક (Young Man)ને તેને તાત્કાલિક લોખાત હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને એક બહેન પણ છે. દીકરાના અકાળ અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કર્યો, પરિવારમાં શોક
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં, બાળકને મૃત જાહેર કર્યાનો આક્ષેપ
