Surat News: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનાં તબીબોએ જીવિત બાળકને મૃત જાહેર કર્યાનો બાળકનાં પરિવારે આક્ષેપ કર્યો છે. બેદરકારી રાખનાર તબીબો સામે સખ્ત કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવી સિવિલનાં તબીબો સામે જીવિત બાળકને મૃત જાહેર કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. મૃત બાળક પરિવારને સોંપાતા તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યું હતું. જોકે, ત્યાં બાળક અચાનક શ્વાસ લેતાં માતાપિતાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પરિવાર દ્વારા તાત્કાલિક બાળકને નવી સિવિલમાં દાખલ કરાયો છે. બેદરકારી રાખનાર તબીબો સામે પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ગયા વર્ષે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સુવાડીને સારવાર કરાતી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ઓછા બેડને કારણે દર્દીઓની હાલત કફોડી બની ગઈ હતી. સિવિલ હોસ્પિટલ તંત્ર પાસે અન્ય બેડની સુવિધા નહી હોવાથી દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્રારા સરખી સારવાર કરવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સુરતમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો વધતાં દર્દીઓને સારવાર મળવામાં મુશ્કેલી પડતી હતી.
આ પણ વાંચો:સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં જમીન પર સુવડાવીને સારવાર અપાય છે
