Gujarat News/ પાટડી રુદ્રાક્ષ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઉભરાતા નર્કાગાર સ્થિતિ

વારંવાર રજૂઆત કરવા છતાં પાટડી નગરપાલિકાના આંખ આડા કાન

Top Stories Gujarat

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ સોસાયટીમા ભૂગર્ભ ગટર ઉભરાતા સોસાયટીના રહેશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અહીંના લોકોનું કહેવું છે કે પાટડી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરવામાં આવતું નથી આથી ધારાસભ્ય અને દસાડાના મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી

પાટડી નગરમાં અનેક સ્થળે ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાવાની સમસ્યા ઉદ્ભવ થઈ રહી છે પાટડી નગરપાલિકાને રહીશો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં કાયમી ધોરણે સમસ્યાનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે પાટડી બજાણા રોડ પર આવેલ રુદ્રાક્ષ સોસાયટીમાં છેલ્લા લાંબા સમયથી ભુર્ગભ ગટરના દૂષિત પાણી ઉભરાતા સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે આ બાબતે પાટડી નગરપાલિકા ચીફ ઓફિસર તથા પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી થઈ રહ્યું આથી રહીશો દ્વારા દસાડાના ધારાસભ્યને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી હતી તથા દસાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર ‘વિપક્ષ ગૃહસભામાં પ્રશ્નો ઉપસ્થિત કરી શકયો નથી’”

આ પણ વાંચોઃગુજરાતમાં પાણી કરતાં વધુ દારૂ મળે છે… કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા પર અમિત ચાવડાના મોટા આક્ષેપ

આ પણ વાંચોઃ‘ED કે CBI ઘરે નથી આવી’ સદભાવના દિવસ પર ઉદ્ધવઠાકરેનો કોંગ્રેસવાદ, રાજીવ ગાંધીની કરી પ્રશંસા