Banaskantha News: બનાસકાંઠા (Banaskantha) જીલ્લાની બે અલગ અલગ કારણોસર આપઘાત કર્યાની ખબરો સામે આવી છે. બનાસકાંઠાના દિયોદરમાં (Diodar) લુદરા નજીક માતાએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. દિયોદર તાલુકામાં લુદરા નજીકની મુખ્ય કેનાલમાં ત્રણ સંતાનો સાથે માતાએ મોતની છલાંગ લગાવી છે. માતા અને બે સંતાનોનાં મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે.

કેનાલમાંથી એક બાળકનો આબાદ બચવા થયો છે. માતાએ અગમ્ય કારણોસર સંતાનો સાથે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બે બાળકો અને માતાનું મોત થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જેમાં પિતાની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ બનાસકાંઠા જીલ્લાનાં ડીસા (Deesa) તાલુકામાં યુવકે પ્રેમનાં વિરહમાં એસિડ પીને જીવન ટૂંકાવ્યું છે.

માહિતી મુજબ યુવકે સગીરાને ભગાડી ગયો હતો, જેથી યુવતી સગીર હોવાથી બંનેની ધરપકડ કરી હતી. સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. તો યુવક પ્રેમની જુદાઈ સહન કરી ન શક્યો હતો. તેથી આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે નારી સંરક્ષણ ગૃહમાં પ્રેમિકા દુઃખી થતી હોવાનો રંજ હતો. એટલું જ નહીં, સમાજના જ વ્યક્તિઓ ધમકી આપતા હોવાથી આપઘાત કર્યો છે. આ વીડિયોને આધારે ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે.
આ પણ વાંચો:આત્મહત્યાનો દર દેશમાં વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
આ પણ વાંચો:સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?
આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ
