મહારાષ્ટ્ર/ BMCએ ચૂંટણી પહેલા કોર્પોરેટરોની બેઠકમાં કર્યો વધારો ,કેબિનેટે લીધો મોટો નિર્ણય

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે BMCમાં કોર્પોરેટરોની સંખ્યા 227 થી વધારીને 236 કરવાનો નિર્ણય લીધો છે.

Top Stories India

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે BMCમાં કોર્પોરેટરોની સંખ્યા 227 થી વધારીને 236 કરવાનો નિર્ણય લીધો છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી યોજાવાની છે. BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા બુધવારે BMCમાં હાજર 227 કાઉન્સિલરોની સંખ્યા વધારીને 236 કરવાનો નિર્ણય ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં શહેરની વસ્તીમાં થયેલા વધારાને કારણે આ પગલું જરૂરી હતું. જોકે, ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે નાગરિક સંસ્થાને નિયંત્રિત કરતી શિવસેના આગામી ચૂંટણીના પરિણામોથી ડરી ગઈ હતી અને ચૂંટણીમાં વિલંબ કરવા માંગતી હતી.

રાજ્ય સરકારે 2011માં કોર્પોરેટરોની સંખ્યામાં વધારો કર્યો ન હતો, જ્યારે 2001 અને 2011 વચ્ચે વસ્તીમાં 3.87%નો વધારો થયો હતો. 2011ની વસ્તી ગણતરીનો ઉપયોગ 2021ની વસ્તી ગણતરીના આધાર તરીકે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોના રોગચાળાને કારણે વિલંબ થયો છે.

હાલમાં કોર્પોરેટરોની સંખ્યા 227 છે જેમાં શિવસેનાના 97, ભાજપના 83, કોંગ્રેસના 29 કોર્પોરેટર, રાષ્ટ્રવાદીના 8, સમાજવાદીના 6, MIMના 2, અને MNS પાર્ટીના 1 કોર્પોરેટર છે.