રાજ્યમાં રામનવમીના પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ,આ યાત્રા દરમિયાન અસમાજિક તત્વોએ શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કર્યો છે જેના લીધે વાતાવરણ તંગ બન્યો છે. હિંમતનગર,ખંભાત અને દ્રારકામાં હિંસાના બનાવો બન્યા હતા . રામ નવમીની યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંન્ને સ્થલો પર ચોક્કસ લોકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. જેના પગલે બંન્ને સ્થળો પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. હિમતનગરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વધુ વણસે નહિ તેના લીધે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ગૃહરાજ્યમંત્રીએ મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસને મદદ માટે જે કાંઇ પણ શસ્ત્ર સરંજામ જોઇએ તે તમામ આપવાની બાંહેધરી આપી હતી. આ ઉપરાંત આવું કરનારા તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવે જેથી તેઓ ફરી વાર આવું કરી શકે નહી તેવી ઉદાહરણીય કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.
પોલીસ વડા આશિષ ભાટીયા પણ મીટિંગમાં હાજર હતા. આ ઉપરાંત અનેક ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થિતિ અંગે ગૃહમંત્રીને બ્રિફિંગ આપવામાં આવ્યું હતું. હાલ આરએએફ, એસઆરપીએફ સહિતની જે જરૂર હોય તે પહોંચાડવામાં આવશે. કેટલાક આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બીજા આરોપીઓને પણ રાઉન્ડઅપ કરવામાં આવશે. આ ઉપરાંત ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડા સહિત તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત કોઇ ખોટી અફવાઓમાં દોરવાઇ નહી જવા માટે પણ અપીલ કરી હતી.
