Kutch News: ભુજ (Bhuj) તાલુકાના મોખાણા ગામે કિશોરના મોત (Death)નો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં 17 વર્ષીય કિશોરે મોબાઈલ ગેમમાં હારી જતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના મોખાણા ગામનો કાર્તિક કાનજીભાઈ મેરિયાનું ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગત 4 જાન્યુઆરીના સાંજે 7 વાગ્યાના અરસામાં આ બન્યો હતો. ગેમ હારી જવાનો આઘાત લાગતા હતભાગીએ ખેતરમાં નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી હતી.
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 4 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ 8 જાન્યુઆરીના કિશોરનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હતભાગી કિશોરના મોબાઈલમાં ઘણી બધી એવી ગેમો છે જેમાં કઈ ગેમમાં હારી જતા તેણે અંતિમ પગલું ભર્યું ? તે દિશામાં પોલીસની તપાસ બાદ સામે આવશે.
@મહેન્દ્ર મારૂ
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વો થયા બેફામ, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું
