Ahmedabad News: અમદાવાદ શહેરમાં (Ahmedabad City) મોડી રાત્રે જૂના વાડજ (Old Vadaj) વિસ્તારમાં અસામાજીક તત્વો (Anti-Social Eliments) બેફામ બની આતંક મચાવ્યો હતો. લુખ્ખા તત્વોએ જૂના વાડજની રામ કોલોનીમાં તોડફોડ કરાઈ છે. કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ જણાઈ રહ્યું હતું. ઘટનાના સીસીટીવીના આધારે અમદાવાદ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
મોડી રાત્રે અંદાજે 50 લોકોના ટોળાએ જૂના વાડજમાં આતંક મચાવ્યો હતો. જૂના વાડજની રામ કોલોનીમાં 10 થી 20 જેટલા વાહનોની તોડફોડ કરી હતી. ઘટનાસ્થળના CCTV સામે આવ્યા છે, જેમાં કેટલાક યુવકો લાકડીઓ લઈ ધસી આવ્યા હતા અને કોલોનીમાં આતંક મચાવ્યો હતો તેમ જોવા મળ્યું છે. આ તોડફોડ કેમ કરાઈ તેની હાલ વિગતો સામે આવી નથી.
બે મહિના અગાઉ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં કેટલાક બેફામ અસામાજીક તત્વોએ ભયનું વાતાવરણ સર્જ્યું હતું. પોલીસે ઘટનાના સીસીટીવી ચેક કરી કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી વીડિયોમાં જોવા મળ્યું હતું કે યુવક ચાકુને સરેઆમ રસ્તામાં ઊભા રહી રસ્તે આવતા જતા લોકોને દેખાડી રહ્યો છે. આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ઊભુ થતાં લોકોમાં નાસભાગ પણ થઈ હતી. કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યાં છે ત્યારે અમદાવાદ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી કરશે કે કેમ તે જોવું રહ્યું.
અગાઉ અમદાવાદ શહેરના સોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએ લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. બંને યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમદાવાદ શહેરમાં અસમાજીક તત્વો પોલીસનો ડર રાખ્યા વિના લોકોને ડરાવતા હોવાનું સામે આવતા શહેર પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વો થયા બેફામ, CCTV આવ્યા સામે
આ પણ વાંચો:અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી
આ પણ વાંચો:ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું