Ahmedabad/ ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

અમદાવાદ શહેરમાં સોલામાં આવેલા ફોરમ બંગ્લોઝમાં રહેતા 21 વર્ષીય પ્રયાગ પટેલ અને મિત્ર દેવ રાઠોડ શુક્રવારે રાત્રિએ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉજવી પરત ફરી રહ્યા હતા……..

Top Stories Gujarat
Image 2024 05 05T085415.782 ચાંદલોડિયામાં અસામાજીક તત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

Ahmedabad : અમદાવાદ શહેરના સોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએ લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. યુવક ઈજાગસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં સોલામાં આવેલા ફોરમ બંગ્લોઝમાં રહેતા 21 વર્ષીય પ્રયાગ પટેલ અને મિત્ર દેવ રાઠોડ શુક્રવારે રાત્રિએ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ યુવકો બાઈખ પર સવાર બે યુવકોને હેરાન કરી રહ્યા હતા. આ સમયે કારને જોતાં જ યુવકો કારમાં સવાર પ્રયાગ અને દેવને ઉતારી ઢોર માર માર્યો હતો. જેમાં એક વ્યક્તિએ પ્રયાગને છરીથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

બંને યુવકોને ગંભીર ઈજા થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા. પ્રયાગને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ