Breaking News: સુરત શહેરમાં નિર્માણાધીન એલિવેટેડ રોડ પ્રોજેક્ટ (Surat Elevated Road Project)ને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ચર્ચા જગાવી હતી. વીડિયોમાં બ્રિજનો ગર્ડર નમી જતો અને તેને તોડી પાડવામાં આવતો દેખાતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા હતા. જોકે, રેલવે તંત્રએ આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે વાયરલ વીડિયો હાલનો નહીં પરંતુ આશરે દોઢ મહિના જૂનો છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિર્માણ દરમિયાન પિલર ઉપર સ્થાપિત કરાયેલા ગર્ડરનું ટેમ્પરરી સપોર્ટિંગ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગર્ડરમાં ટેકનિકલ ખામી સર્જાતા તે નમી ગયો હતો. ઘટના સામે આવતા તાત્કાલિક નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ બાદ સલામતીને પ્રાથમિકતા આપીને અસરગ્રસ્ત ગર્ડરને સંપૂર્ણપણે ડિસ્મેન્ટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગર્ડરને તોડી પાડીને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પૂર્વનિયોજિત અને સુરક્ષા ધોરણો મુજબ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ (Surat Elevated Road Project) અંતર્ગત સહારા દરવાજાથી સુરત રેલવે સ્ટેશનના પાછળના ભાગ થઈ વરાછા લંબે હનુમાન રોડ સુધી આશરે 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવાનો અને મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે.
Surat Elevated Road Project:નમેલો ગર્ડર તોડી પાડ્યા બાદ રેલવેનું નિવેદન
આ પ્રોજેક્ટ (Surat Elevated Road Project) અંદાજે ₹496 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે અને તેનું નિર્માણ SITCO કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નમી ગયેલા ગર્ડરની જગ્યાએ નવો ગર્ડર કાસ્ટ કરીને સ્થાપિત કરવામાં આવશે અને પ્રોજેક્ટના કામ પર તેની કોઈ મોટી અસર નહીં પડે.
હાલ પ્રોજેક્ટ (Surat Elevated Road Project)નું કામ નિયમિત રીતે આગળ વધી રહ્યું છે અને તંત્ર દ્વારા તમામ ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો:સુરતમાં 60 ફૂટ ઊંચા ઓવરબ્રિજથી પટકાતા કાફે માલિકનું મોત, ઘટનાસ્થળેથી મોપેડ મળ્યું
આ પણ વાંચો:સુરતનો ક્રિભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં, બંને બાજુના સ્લોપ ગમે ત્યારે તૂટવાની સંભાવના
આ પણ વાંચો:સુરતમાં ઉત્રાણ બ્રિજ નજીક એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા, 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
