FIFA World Cup 2026 Updates: ફીફા વર્લ્ડ કપ 2026 નો 12મો દિવસ ફૂટબોલ પ્રેમીઓ માટે અત્યંત રોમાંચક સાબિત થયો છે. ફૂટબોલ દુનિયાના ત્રણ સૌથી મોટા સુપરસ્ટાર્સ – લિયોનેલ મેસી (Lionel Messi), કિલિયન એમબાપ્પે અને અર્લિંગ હાલેન્ડે પોતપોતાની ટીમો માટે જાદુઈ પ્રદર્શન કરીને બે-બે ગોલ ફટકાર્યા છે. આ ત્રણેય સ્ટાર્સના દમદાર પ્રદર્શનને કારણે આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વેએ પોતપોતાની મેચો જીતીને નૉકઆઉટ સ્ટેજ તરફ મજબૂત કદમ વધાર્યા છે.
Messi goal vs Austria 🇦🇹 ….I think this angle explain it better
He has scored this type of goals more than 600 times pic.twitter.com/z0ca9V70iS— callmelondon (@richiesmallond1) June 22, 2026
Lionel Messiનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
આર્જેન્ટિનાએ ઓસ્ટ્રિયાને 2-0 થી હરાવ્યું અને આ મેચના અસલી હીરો લિયોનેલ મેસી (Lionel Messi) રહ્યા હતા. મેસીએ (Lionel Messi) મેચના પહેલા હાફમાં શાનદાર ફિનિશિંગ સાથે ગોલ કરીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર સર્વકાલીન ખેલાડી બનવાનો મહા-રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ત્યારબાદ મેચના ઇન્જરી ટાઈમમાં જુલિયન અલ્વારેઝના શોટ પર રિબાઉન્ડનો ફાયદો ઉઠાવી તેમણે બીજો ગોલ પણ કર્યો હતો. આ સાથે મેસી ૫ ગોલ સાથે અત્યારે ‘ગોલ્ડન બૂટ’ ની રેસમાં સૌથી આગળ નીકળી ગયા છે.
🌎⚽ GOOOOOAAAL!
Kylian Mbappé gets his second of the night in the 54th minute! 🇫🇷⏱️
France 2 – 0 Iraq#FRAIRQ | #FIFAWorldCup | #WorldCup pic.twitter.com/o7lXgF9CNa
— x/Mocas (@BMocas15381) June 23, 2026
100મી ઇન્ટરનેશનલ મેચમાં એમબાપ્પે ચમક્યો
બીજી તરફ ફ્રાન્સે ઇરાકને 3-0 થી હરાવીને રાઉન્ડ ઓફ-32 માં પોતાનું સ્થાન પાકું કર્યું છે. કિલિયન એમબાપ્પે માટે આ તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેને તેણે બે શાનદાર ગોલ કરીને યાદગાર બનાવી દીધી હતી. એમબાપ્પેના હવે વર્લ્ડ કપ ઇતિહાસમાં કુલ 16 ગોલ થઈ ગયા છે અને તેણે જર્મનીના મહાન ખેલાડી મિરોસ્લાવ ક્લોઝના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
Kylian Mbappe goal in France vs Iraq FIFA World Cup game.pic.twitter.com/k4PJpmmjJH
— Daily Foot Vibes (@dailyfootvibes) June 22, 2026
હાલેન્ડની ખતરનાક બેટિંગ (સ્ટ્રાઇકિંગ)
નોર્વેએ પણ સેનેગલને 3-2 થી હરાવીને નૉકઆઉટનું ટિકિટ મેળવી લીધું છે. દુનિયાના સૌથી ખતરનાક સ્ટ્રાઇકર અર્લિંગ હાલેન્ડે માર્ટિન ઓડેગાર્ડના સચોટ પાસ પર મેચના 48મી અને 58મી મિનિટે બે શાનદાર ગોલ (Lionel Messi) કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. હાલેન્ડના નામે હવે બે મેચમાં 4 ગોલ થઈ ગયા છે. આ સાથે જ વર્લ્ડ કપ 2026 માં ગોલ્ડન બૂટની લડાઈ રોમાંચક બની ગઈ છે, જેમાં મેસી(Lionel Messi) 5 ગોલ સાથે આગળ છે જ્યારે એમબાપ્પે અને હાલેન્ડ તેનાથી માત્ર 1 ગોલ પાછળ છે.
આ પણ વાંચો: મેસીને રેડ કાર્ડ મળવું જોઈએ હતું? અલ્જીરિયાએ FIFA સમક્ષ કરી સત્તાવાર ફરિયાદ
આ પણ વાંચો: રોનાલ્ડોને પાસ કેમ નથી આપતો? બ્રૂનો ફર્નાન્ડીઝ પર ફેન્સનો આક્રોશ; ઉઠાવ્યા ગંભીર સવાલો
આ પણ વાંચો: કેનેડાએ કતરને 6-0 થી હરાવ્યું, મેચ બાદ ખેલાડીઓ અને કોચ વચ્ચે થઈ ઉગ્ર મારામારી
