Surat/ PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ

ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ એ મૌલવીના નિશાના પર હતા, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું.

Gujarat Top Stories Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 41 PAK માંથી મંગાવ્યા હથિયારો, હિંદુ નેતાઓ હતા નિશાના પર, મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ

ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ એ મૌલવીના નિશાના પર હતા, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. પાકિસ્તાનમાંથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા અને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી.સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે દેશના અગ્રણી હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલાનાની ધરપકડ કરી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસને મૌલાનાના મોબાઈલ ફોનમાંથી ઘણી મહત્વની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૌલાના દેશના ટોચના હિંદુ નેતાઓ પર હુમલો કરીને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેમને કહ્યું કે પકડાયેલ આરોપી દુશ્મન દેશ સાથે પણ સંપર્કમાં હતો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આરોપી નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપતો હતો

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મૌલાના સોહેલ અબુબકર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કારશ ગામનો રહેવાસી છે. આરોપી એક દોરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને ગામમાં નાના બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક ચેટિંગ અને કોલ ડિટેઈલ મળી આવી હતી જે આશ્ચર્યજનક હતી.

આ હિન્દુ નેતાઓ આરોપીઓના નિશાના પર હતા

સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના પ્રમુખ અને હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કરવાના પ્લાન અંગે આરોપીઓના મોબાઈલ ફોનમાં ચેટ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી હૈદરાબાદના બીજેપી ધારાસભ્ય રાજા સિંહ અને નુપુર શર્માને ધમકાવવાની અને નિશાન બનાવવાની યોજના પણ મળી આવી છે. આરોપીના ફોન પરથી પાકિસ્તાન અને નેપાળમાં અનેક કોલ કરવામાં આવ્યા છે. ચેટમાં પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો મામલો પણ સામે આવ્યો છે.

ઉપદેશ રાણાએ એફઆઈઆર નોંધાવી હતી

તમને જણાવી દઈએ કે સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાએ પણ ધમકીઓ મળવા અંગે ગયા મહિને FIR નોંધાવી હતી. મૌલાનાની કોલ ડિટેલ્સમાં ધમકીભરી ચેટ પણ મળી આવી છે. હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે. પકડાઈ ન જાય તે માટે આરોપીઓ પોતાના ટાર્ગેટને અલગ અલગ નામથી બોલાવતા હતા. જેમ કે ઉપદેશ રાણાનું નામ ઢાંકણું હતું.

આરોપી પાકિસ્તાનના એક હેન્ડલરના સંપર્કમાં હતો

સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય દેશોના લોકો પણ આરોપીના ગ્રુપ સાથે જોડાયેલા છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન પણ સામેલ છે. આરોપીના પાકિસ્તાની હેન્ડલરે પણ તેને ખાતરી આપી હતી કે અમે શક્ય તેટલી વહેલી તકે હથિયારો તેને પહોંચાડીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઊંચા ભાવ છતાં પણ એપ્રિલમાં સોનાની આયાતમાં જંગી વધારો

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. લીઝધારકોને મિલકત વેચવામાં નિષ્ફળ