ઉના,
ઉનાના સીમર ગામે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.રેતી ભરેલા ટ્રેકટર સાથે ધડાકાભેર કાર અથડાય આ અકસ્માત સર્જાયો હતો. એસ ટી ડ્રાયવર પોતાની દીકરીને દરિયાકિનારે કાર શીખવી રહ્યા હતા.અકસ્માતમા એસ ટી બસના ડ્રાયવરનું મોત થયું હતું.
મલટી માહિતી અનુસાર ઉના તાલુકાનાં સીમર ગામનાં અજીતસિંહ રઘુસિંહ વાળા પોતાની જીપ્સી મારૂતી કાર નં.જીજે૨એ 1275 માં તેમની દિકરીને ડ્રાઈવીંગ શીખવાડવા સીમર ગામે દરીયા કિનારે ગયા હતા. જ્યારે તેમની દીકરીને ડ્રાઈવીંગ શીખવાડી રહ્યા હતા ત્યારે સામેથી એક ટ્રેકટર નં.જીજે 3 ૨સી 0051 નાં ચાલક માધાભાઈ સામતભાઈ મકવાણાએ તેમનું ટ્રેકટર પુરઝડપે ચલાવી મારૂતી જીપ્સી સાથે ધડાકાભેર ભટકાવતા ટ્રેકટર અને કારનો બુકડો બોલી ગયો હતો.
અજીતસિંહ રઘુસિંહ વાળાનું ઘટના સ્થળે મોત થયુ હતુ. આ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઈ કનુભાઈ વાળાએ ટ્રેકટર ચાલક સામે અકસ્માતે મોત નિપજાવ્યાની ફરીયાદ નનોંધવામાં આવી છે.
આ મામલે પીએસઆઈ મંધારા વધુ તપાસ કરી રહયા છે. સ્થળ ઉપર લોકોનાં ટોળા ટોળા ઉમટી પડયા હતા અને એવી ચર્ચા થઈ હતી કે આ અકસ્માતનાં બનાવની જગ્યાએ અગાઉ પણ ઘણા અકસ્માતોનાં બનાવ બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
