Banaskantha News/ પાલનપુર હાઈવે પર ચક્કાજામ : 5 કિમી સુધી વાહનોની લાઈન લાગી, વરસાદ બન્યો વિલન

અગાઉ અમદાવાદ-વિરમગામ હાઈવે પર 4થી 5 કિ.મી સુધીનો ટ્રાફિક જામ થયો હતો

Gujarat

Banaskantha News : પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જેમાં વરસાદ વિલન બન્યો હતો.  જેને લઈને પાંચ કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. તો ક્યાંક મેઘતાંડવ પણ થયું છે. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ હાઈવે પર કેડ સમા પાણીથી હાઈવે સંપૂર્ણ પણે બંધ કરવો પડ્યો હતો. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો છે.આજે વહેલી સવારે અમદાવાદ વિરમગામ હાઈવે પર સચાણાથી જખવાડા નજીક એક ટ્રક પલટી જતા વિકરાળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

જો કે હવે અમદાવાદ વિરમગામ બાદ પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. જેના કારણે હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે. વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઉત્તર ગુજરાત સહિત અને વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેથી વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી છે.ભારે વરસાદને કારણે અનેક વાહનો છાપી નજીક ફસાયા છે. છેલ્લા આઠ કલાકથી વાહન ચાલકો હાઈવે પર અટવાઈ ગયા છે. ટ્રક, બસ તેમજ ગાડીઓ સહિત તમામ વાહનોના પૈડા થંભી ગયા છે.

લોકો હાઈવે પર પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યાં છે. વાહનોની લાંબી કતારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રાફિક જામને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાઈવે પર પાણી ભરાવાથી અનેકવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. અનેક રજૂઆત કર્યા બાદ પણ તંત્ર ઉકેલ લાવવામાં ઉણી ઉતરી છે.

અગાઉ અમદાવાદ-વિરમગામ હાઈવે પર 4થી 5 કિ.મી સુધીનો ટ્રાફિક જામ થયો હતો.  કલાકો સુધી હજારો લોકો ટ્રાફિક ફસાયા હતા. હાઈવે પર ટ્રાફિક જામ થતાં તેમના લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, આ પહેલી વખત નથી બન્યું. અમદાવાદ-વિરમગામ હાઇવે પર આ પ્રકારે ટ્રાફીક જામની સમસ્યા અવારનવાર સર્જાતી હયો છે. અમદાવાદ વિરમગામ હાઈવે પર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. જો કે આ ટ્રાફિક જામ હાઈવે પર ટ્રક પલટી જતા સર્જાયો હતો. વહેલી સવારે વાહનોની લાબી કતારો લાગી ગઈ છે. હાલ ટ્રાફિક પોલીસની ટીમ હાઈવે પર પહોંચી ગઈ છે અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું જોર રહેશે

આ પણ વાંચો:આજે સવારથી ખેડા જિલ્લામાં પડ્યો 3.68 ઇંચ વરસાદ, જનજીવન થયું પ્રભાવિત

આ પણ વાંચો:ગુજરાતમાં થશે જળબંબાકાર, ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની આગાહી