Gujarat Rain Live: ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું જોર રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. IMD મુજબ ઉત્તર ગુજરાતમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અલર્ટ એલર્ટ જારી કરાયું છે. બનસકાંઠા,પાટણ,મહેસાણામાં ભારે વરસાદ ખાબકશે. જ્યારે સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 2થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. જ્યારે 2 ઓગસ્ટના ડાંગ, નવસારીમાં ભારે વરસાદ અને 3,4 ઓગસ્ટના નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદ ખાબકશે. નવસારી, વલસાડ, તાપી અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
Gujarat Rain Update 31 july:
14:57
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં વરસાદનું પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોટીલામાં વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ખાંડી પ્લોટ, સુખનાથ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ છે.
13:57
અમરેલી
અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. હાથસણી,સમઢીયાળા,કાના તળાવ ગામોમાં વરસાદ ખાબકયો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કયાંક ભારે વરસાદના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમરેલીના બગસરામાં 3 દિવસના વિરામબાદ વરસાદ શરૂ થયો.
બગસરાની જેમ વડીયામાં પણ વિરામ બાદ વરસાદ શરૂ થયો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું. અસહ્ય ગરમી બાદ ઝાપટું પડતા ગરમીથી રાહત મળી.
11:20
મહેસાણા
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકયો. 48 કલાક બાદ પણ હજી પાણી ઉતર્યા નથી. ભારે વરસાદને પગલે બહુચરાજી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાવાથી બહુચરાજી હારીજ હાઇવે બંધ કરાયો. હાઇવે બંધ થતા ગામડાના દર્દી અટવાયા. રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
11:20
રાજકોટ
રાજકોટમાં રૂપાવટી નદી પરના ઉપલેટા પુલની એક સાઈડ તૂટી પડી. ભારે પ્રમાણમાં પાણીની આવકને કારણે પુલની એક બાજુ તૂટી હોવાનું મનાય છે. પુલ તૂટવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પુલની એક સાઈડ ભારે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવી. તાત્કાલિત પુલનું રીપેરીંગ કરવાની લોકોમાં માંગ ઉઠી છે. લોકો જીવના જોખમે પુલ પસાર કરવા મજબૂર થયા છે.
10:44
પાટણ

પાટણમાં વરસાદને પગલે શહેરીજનોની હાલાકી વધી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું. વરસાદ બંધ થયાને કલાકો વીત્યા છતાં પાણી ઓસર્યા નથી. રેલ્વેનાળામાંથી પાણી ન ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રએ પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ ફૂટયો.
પાણી ભરાવાથી સ્કૂલમાં જતા શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાહદારીઓ, વાહનચાલકો ધંધાને હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત માહી સોસાયટીમાં ઘરમાં પણ પાણી ઘૂસી જતા સોસાયટીના લોકો મુશ્કેલી પડી રહી છે. પાટણની 10 થી 15 સોસાયટીઓ આ રોડ ઉપર આવેલી છે દરેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીના લોકોને બહાર જવા માટે મોટી મુશ્કેલી પડી રહી છે. વિકાસની આંધળી દોટ તેમજ આડેધડ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતી સ્કીમો પણ એટલીજ જવાબદાર. છે. રહીશો આવી સ્થિતિને લઈ આક્રોશ કરે છે પરંતુ કોઈ ઉકેલ કાયમી આવ્યો નથી.
10:30
દાહોદ
દાહોદ જિલ્લામાં હીરોલામાં 2 ડીપ નાળા ધોવાયા. 3 દિવસ થયા છતાં કોઈ નિરીક્ષણ માટે આવ્યા નથી. તંત્ર દ્વારા કોઈ સાવચેતીના પગલા લેવાયા નહી. પાણી ભરાતા શાળાએ જતા બાળકોના ભણતર પર સીધી અસર થઈ રહી છે. વિધાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. નદી પાર કરતા વિદ્યાર્થીઓ ગમે ત્યારે કોઈ ઘટનાનો ભોગ બની શકે છે.
10:10
બનાસકાંઠા
બનાસકાંઠામાં તમામ તાલુકામાં મેઘ મ્હેર. ભાભરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો. લાખણીમાં વરસ્યો 2.5 ઇંચ વરસાદ. થરાદ, ધાનેરા, દિયોદરમાં 1 ઇંચ વરસાદ. લાખણી, ભાભરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. લાખણી ભાભર માં ધમાકેદાર વરસાદ પડતા ખેતરો માં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે કેટલાક સ્થાનો પર જરૂરિયાત મુજબ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં તમામ તાલુકા ભીજાયા.
08:11
પાટણ
પાટણ જિલ્લામાં ગાજ વીજ સાથે રાત્રિથી અવિરત વરસાદ વરસ્યો. સતત વરસાદને પગલે પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ નોંધાયો. પાટણના હારીજમાં 35 મીમી, સિધ્ધપુર 32 મીમી ,સરસ્વતી 23 મીમી, ચાણસ્મા 23 મીમી વરસાદ નોંધાયો.
હવામાનની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી,દ્વારકા,ગીર સોમનાથ,બોટાદ,કચ્છ,દીવામાં અતિભારે વરસાદ પડશે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદને કારણે ઓરેન્જ અલર્ટ જારી કરાયું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું. દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ વરસાદથી રાહત નહી મળે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં અગામી 5 દિવસ માછીમારીને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી. સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,ઓફસૉર ટ્રફ અને શિયારઝોન ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
