સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો થર્ડ પાર્ટી સર્વિસની મદદથી ખોટી લાઈક્સ મેળવતાં હોય છે. પોતાનાં પેજ કે અકાઉન્ટ પર ફેક ફોલોઅર્સ વધારતાં હોય છે. ઇન્સ્ટાગ્રામે હવે આ ફેક એક્ટીવીટી સામે બાથ ભીડી છે.
જો તમે તમારી પોસ્ટ પર ફેક કમેન્ટ કે ફેક લાઇક લાવતાં હોય તો સચેત થઇ જજો .ફેક ફોલોઅર્સ મેળવનારા માટે પણ આ એક સાવચેતી છે. કંપનીએ પોતાની પોલીસીમાં કરેલાં ફેરફાર વિશેની જાહેરાત કરી હતી જેમાં આ વાત સામે આવી છે.

અકાઉન્ટ પર થર્ડ પાર્ટી સર્વિસની મદદથી વધુ એન્ગેજમેન્ટ મેળવનારાનાં લોકોનાં અકાઉન્ટ પરથી આ ફેક એક્ટીવીટી ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મનાં કમ્યુનીટી ગાઈડલાઈન્સ અને ટર્મ્સ ઓફ યુઝનું ઉલ્લંઘન કરવા બદલ હટાવી દેશે.
કંપનીએ જણાવ્યું છે કે એમણે મશીન લર્નિંગ પાવર્ડ મોડરેશન ટુલ્સ બનાવ્યા છે જે આવી ફેક એક્ટીવીટીને ઓળખવામાં મદદ કરશે જે ઓટોમેટિકલી આવા અકાઉન્ટ પર આવેલી ફેક લાઈક્સ, કમેન્ટ્સ અને ફોલીઅર્સને હટાવી દેશે અને એની નોટીફીકેશન પણ આવશે કે ફેક લાઈક્સ હટાવી દેવામાં આવી છે.
જો તમારું અકાઉન્ટ આવી ફેક એક્ટીવીટી કરતાં ઝડપાયું તો તમને તાત્કાલિક પાસવર્ડ બદલવાનું પણ કહેવામાં આવી શકે છે.
આ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેક અકાઉન્ટને હટાવી દેવાનાં પગલાં લેવામાં આવ્યા હતા પરંતુ ફેક લાઈક્સ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. હવે કંપનીએ ફેક લાઈક્સ સામે પણ પગલાં લેવાનું શરુ કરી દીધું છે.
