Ahmedabad News : અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ મોટા ભાગના વિસ્તારોમાં સ્પા ફૂટી નીકળ્યા છે. કેટલાય સ્પામાં કૂટણખાના ચાલતા હોવાનું કહેવાય છે. ઘણીવાર પોલીસનો દરોડા પડતા આ સ્પા ફક્ત સ્પા બનીને રહી જાય છે. પરંતુ ઘણા સ્પામાં કૂટણખાના રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે. આ પ્રકારના કિસ્સામાં સોલામાં આવેલા વિવાન્તા સ્પામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતીને આધારે સીઆઈડી ક્રાઈમ પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. સ્પામાં ભારતીય યુવતીઓ કામ કરતી હતી અને ત્યાં જ રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અહીંથી પોલીસે રૂ.38,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ સીઆઈડી ક્રાઈમને 30 જુલાઈ 2023 ના રોજ માહિતી મળી હતી કે સોલામાં સોલા ભાગવતના ગેટની બાજુમાં આવેલા વિવાન્તા સ્પામાં કૂટણખાનું ચાલી રહ્યું છે. જેને આધારે પોલીસે બપોરે 3 વાગ્યે આ સ્પા ઉપર દરોડો પાડ્યો હતો. તપાસમાં અહીં ભારતીય યુવતીઓને વેશ્યાવૃતિ માટે રાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ યુવતીઓને ગેરકાયદેસર રીતે હેરફેર કરીને તથા સ્પામાં જ યુવતીઓને જમવા રહેવાની સગવડ સાથે રાખવામાં આવી હતી.
સ્પામાં તપાસ કરતા પોલીસને રૂ. 38,700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે મૂળ સુપોલ દરભંગાના સુપોલ બજારના રહેવાસી કિશનકુનાર સુનીલ કામતે (27) અને અમદાવાદના થલતેજ સ્થિત ઈલોરા એપાર્ટમેન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા યતીન હસમુખભાઈ પટેલ (50) સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વિવાન્તા સ્પામાં શરૂ થયેલી દરોડાની કામગીરી બપોરે 3 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા સુધી ચાલતી હતી. આ યુવતીઓ ક્યાંની રહેવાસી છે તથા કેટલા સમયતી સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…
આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા
