Raid/ બિલ્ડર અને ફાઇનાન્સર ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ગ્રુપમાં EDની તપાસનો ધમધમાટ

અમદાવાદમાં શહેરના જાણીતા બિલ્ડર અને ફાઇનાન્સર ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ગ્રુપ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. ગુરુવારે બપોરે EDની ટીમે સેટેલાઇટની સુંદરવન પાસેની કોર્પોરેટ ઓફિસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્ર વેલ્યુ મેનેજમેન્ટના સીઇઓ મનીશ શાહે જમીનોમાં રોકાણ સહિત કંપનીઓને મોટી રકમની લોન આપવાનું કામ કરતા હતા. આ ઉપરાંત એસ.જી. હાઇ‌વે અને બોપલ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં શહેરના જાણીતા બિલ્ડર અને ફાઇનાન્સર ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ગ્રુપ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. ગુરુવારે બપોરે EDની ટીમે સેટેલાઇટની સુંદરવન પાસેની કોર્પોરેટ ઓફિસમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્ર વેલ્યુ મેનેજમેન્ટના સીઇઓ મનીશ શાહે જમીનોમાં રોકાણ સહિત કંપનીઓને મોટી રકમની લોન આપવાનું કામ કરતા હતા. આ ઉપરાંત એસ.જી. હાઇ‌વે અને બોપલ આંબલી રોડ પર તેમની કોર્પોરેટ તેમજ રેસિડન્સ સાઇડ આવેલી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે EDની 6 ટીમ મની લોન્ડરિંગ અંગેની તપાસમાં જોડાઇ હતી. EDના અધિકારીઓએ સુંદરવન ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસમાં વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. બિલ્ડરની ઓફિસ સહિત રહેઠાણ તેમજ બિલ્ડરના ભાગીદારને ત્યાં પણ EDનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યા હતું. ટ્રુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કોર્પોરેટના પ્રમોટર મનીષ શાહ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. EDએ બિલ્ડરની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.

તપાસમાં સામે આવી રહ્યા પ્રમાણે એડોર કંપનીએ બેંકમાંથી લોન લીધી હતી. રૂ.488 કરોડ રૂપિયાની લોન લીધી હતી. CA મનીષ શાહે કરી બેંક લોન લેવામાં મદદ હતી. બેન્ક લોન ન  ભરતા ED અને CBI દ્વારા તપાસ આગામી દિવસોમાં પણ EDની તપાસ ચાલુ રહેશે. 204 કરોડના મિલકતની તપાસ કરી રહી છે ED