વલસાડ/ આ અન્ડરપાસ લોકોના આવન-જાવન માટે છે કે પછી ગટરના પાણીના નિકાલ માટે..?

વલસાડ પારડી અને પારડી સાંઢપોર ને જોડતો રેલવે અંડર પાસ લોકો માટે અવર જવર માટે હાલ પૂરતો બંધ થયો છે પાલિકાની બેદરકારી થી લોકો ને પડી છે તકલીફ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગંદકી ના કારણે રસ્તો બંધ થતાં તાત્કાલિક ધોરણે શરૂ થાય

Gujarat Others

@ઉમેશ પટેલ, વલસાડ 

વલસાડ પારડી અને પારડી સાંઢપોર ને જોડતો રેલવે અંડર પાસ લોકો માટે અવર જવર માટે હાલ પૂરતો બંધ થયો છે પાલિકાની બેદરકારી થી લોકો ને પડી છે તકલીફ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગંદકી ના કારણે રસ્તો બંધ થતાં તાત્કાલિક ધોરણે શરૂ થાય.

કોરોના ના સમયે સ્વચ્છતા રાખવી એના બણગાં ફુકવા માં આવે છે ત્યારે વલસાડ શહેર ના વલસાડ પારડી ખાતે રેલવે અંડર બ્રિજ નજીક ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી છેલ્લા 4 થી 5 દિવસ થી અંડર બ્રિજ નીચેથી પસાર થાય છે તેને લીધે લોકો ની અવર જવર પર અસર પડી છે વલસાડ શહેર ના પારડી સાંઢપોર અને વલસાડ પારડી ને જોડતો આ રસ્તો ગંદકી ને લીધે બંધ થયો છે રોજ ના અંદાજિત 300 થી 400 લોકો અહીંથી અવરજવર કરે છે ત્યારે અહીં પાલિકા ની બેદરકારી છતી થઈ છે ત્યારે સ્થાનિકો ગંદકી ને દૂર કરવા માટે માંગ કરી રહ્યા છે જેથી લોકો ની અવર જવર શરૂ થાય અને લોકો ને ચકરાવો નહીં પડે અને છેલ્લા 5 દિવસ થી પડતી મુશ્કેલી દૂર થાય.