Vadodara News: શહેરના ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં કાર ખાબકતા યુવાને જીવ ગુમાવ્યો. ગોરવા લક્ષ્મીપુરા તળાવ પાસેથી એક ક્રેટા કાર પૂરઝડપે પસાર થતી હતી. અને અચાનક કાર તળાવમાં ખાબકી. કાર તળાવમાં ખાબકતા કેતન પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયું. ઝડપની મજામાં કાર સવાર યુવાન માટે સજા બની.
મળતી માહિતી મુજબ વડોદરાના ગોરવા મુક્તિધામ પાસે અકસ્માત સર્જાયો. ગત મોડી રાત્રે મુક્તિધામ પાસે આવેલ ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં ક્રેટા કાર ખાબકી હતી. ક્રેટાકારમાં ત્રણ યુવાનો સવાર હતા. એક યુવાનને સ્વિમિંગ આવડતું હોવાથી કારના બોનેટ પર ચડ્યો અને બચાવ માટે બૂમો પાડી. યુવાનની બૂમો સાંભળી કાર તળાવમાં ડૂબતી હોવાનું માલૂમ પડતા જ ગોરવા વિસ્તારમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા. તેમને બચાવવા લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા. તેમજ ટોળામાંના એક વ્યક્તિ દ્વારા કાર ખાબકવાની ઘટનાને લઈને ફાયર ટીમને જાણ કરી. બનાવના સમાચાર મળતા જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કામગીરી આરંભી હતી. તળાવમાં 25 ફૂટ ઉંડા પાણીમાં ક્રેટા કાર ખાબકી હતી જેમાં સવાર ત્રણ યુવાનોમાંથી એક યુવાન લાપતા હતો તેની શોધખોળ કરવામાં આવી.
ફાયર વિભાગની ટીમે એક કલાકનીભારે જહેમત બાદ એક વ્યક્તિનું રેસ્કયૂ કર્યું જ્યારે 23 વર્ષીય કેતન પ્રજાપતિ નામનો યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો. કેતનને સ્વિમિંગ આવડતું ના હોવાથી પાણીમાં ડૂબતા જ મોત નિપજ્યું. કાર તળાવમાં ખાબકવાની ઘટના અંગે પોલીસને પણ જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી. ક્રેટા કારમાં બેસી 3 યુવાનો સ્પીડમાં ગોરવા મુક્તિધામ પાસે થી પસાર થતા હતા ત્યારે આ દુર્ઘટના બનવા પામી. ગોરવા વિસ્તામાં આ બનાવના સમાચારા વાયુવેગે પ્રસરતા લોક ટોળા જોવા ઉમટ્યા હતા. કારમાં સવાર ત્રણ યુવાનોમાંથી એકનું ડૂબવાના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: રાજકોટમાં યુનિકેર હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ નોંધાયો ગુનો, એકના બદલે બંને પગમાં ઓપરેશન કરી નાખ્યું!
આ પણ વાંચો: રાજકોટમાં પરિવારના ત્રણ સભ્યોની હત્યા બદલ ભૂવા નવલસિંહ અને જીગર ગોહિલ વિરૂદ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચાલતા બોગસ દસ્તાવેજોની તપાસ હવે SDM કરશે
