Suicide/ CBI હેડક્વાર્ટરમાં કામ કરતા ડેપ્યુટી લીગલ એડવાઈઝરે કરી આત્મહત્યા, પોતાના જ ઘરમાં લગાવી ફાંસી

CBI હેડ ક્વાર્ટરમાં ડેપ્યુટી લીગલ એડવાઈઝર તરીકે નિયુક્ત એક વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ હિમાચલ પ્રદેશના રહેવાસી જીતેન્દ્ર કુમાર તરીકે થઈ છે

Top Stories India

CBI હેડ ક્વાર્ટરમાં ડેપ્યુટી લીગલ એડવાઈઝર તરીકે નિયુક્ત એક વ્યક્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ હિમાચલ પ્રદેશના રહેવાસી જીતેન્દ્ર કુમાર (48) તરીકે થઈ છે. જિતેન્દ્ર કુમાર દિલ્હીની ડિફેન્સ કોલોનીના હુડકો કોમ્પ્લેક્સમાં રહેતા હતા. તેમણે પોતાના ઘરમાં કપડાથી ફાંસો ખાઈ લીધો છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે તેમના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી.

પોલીસે જિતેન્દ્ર કુમારના મૃતદેહને એઈમ્સના શબઘરમાં રાખ્યો છે અને મામલાની તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, એક વ્યક્તિએ ડિફેન્સ કોલોનીમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે વ્યક્તિ લોધી રોડ પર હુડકો કોમ્પ્લેક્સ સ્થિત તેના ઘરમાં લટકતો જોવા મળ્યો હતો. મૃતક જિતેન્દ્ર કુમાર પુત્ર હેતરામ ઠાકુર સીબીઆઈમાં ડેપ્યુટી લીગલ એડવાઈઝર તરીકે તૈનાત હતા.

જિતેન્દ્ર કુમાર મૂળ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં લખ્યું છે કે તેમના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. પોલીસે જણાવ્યું કે ફોરેન્સિક ટીમ સાથે ક્રાઈમ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જેઓ તેમના ઘરનો દરવાજો તોડી અંદર ગયા હતા.

મૃતકની પત્ની જ્યોતિ મંડી જિલ્લામાં રહે છે અને ભાઈ ચંદીગઢમાં રહે છે. માહિતી મળ્યા બાદ મૃતકની પત્ની અને ભાઈ રાજેન્દ્ર બંને દિલ્હી આવી ગયા છે. આ અંગે સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. પોલીસને કોઈ ફોડ પાડ્યો ન હતો. મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે અને આવતીકાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.