Vadodara News: વડોદરામાં એક ચોંકાવનારી અને ફિલ્મી ઘટનાએ પોલીસ તંત્રને પણ દોડતું કરી દીધું છે. 4 વર્ષની બાળકીની હત્યા (Child Murder Case)ના કેસમાં ઝડપાયેલા આરોપી અજય રાઠોડિયાએ પોલીસ તપાસ દરમિયાન PSIની પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કરતાં ભારે હંગામો મચી ગયો હતો.
Child Murder Case:PSIની પિસ્તોલ ઝૂંટવી!
મળતી માહિતી મુજબ, અજય રાઠોડિયા (Ajay Rathodiya)ને રિમાન્ડના અંતિમ દિવસે વધુ તપાસ માટે પોલીસ ટીમ દ્વારા સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ અચાનક PSI પાસેથી સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી હતી અને ફાયરિંગ કર્યું હતું.
આરોપી દ્વારા કરાયેલા ફાયરિંગના કારણે પોલીસની જીપનો કાચ તૂટી ગયો હતો. ઘટનાથી પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. આરોપીએ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા છે.
પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે ફોફળીયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.
અજય રાઠોડિયા સામે અગાઉ 4 વર્ષની બાળકીની હત્યા (Child Murder Case)નો ગંભીર ગુનો નોંધાયેલો છે. હવે PSIની પિસ્તોલ ઝૂંટવી પોલીસ પર હુમલો કરવા અને ફાયરિંગ કરવા અંગે તેની સામે વધુ એક અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ પિસ્તોલ કેવી રીતે ઝૂંટવી અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાએ વડોદરા જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. બાળકી હત્યા કેસ (Child Murder Case)ના આરોપી દ્વારા પોલીસની પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કરવાના બનાવે સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓને લઈ જતી વખતે અપનાવવામાં આવતી પ્રક્રિયાઓ અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો:ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યામાં ખુલાસો, પાડોશીએ હત્યા કર્યાનું આવ્યું સામે
આ પણ વાંચો:કાનપુરમાં સાત વર્ષની બાળકીની હત્યા કરાઈ, કારણ જાણીને ચોંકી ઉઠશો
આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા
