Not Set/ તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમ બાળકોની અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા

સુરત, સુરતમાં 24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 22 જેટલા માસૂમ બાળકોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. મૃતક બાળકોનાના વાલીઓએ કહ્યું હતું કે, અસ્થિ યાત્રા […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં 24મી મેના રોજ તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 22 જેટલા માસૂમ બાળકોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.

મૃતક બાળકોનાના વાલીઓએ કહ્યું હતું કે, અસ્થિ યાત્રા તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ પાછી તક્ષશિલાએ જઈને સમાપ્ત કરવામાં આવશે.

આપને જણાવીએ કે આ અસ્થિયાત્રા એ માટે યોજવામાં આવી હતી કે અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન સર્જાય.