Donald Trump Iran MoU: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે શાંતિ કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને 14 મુદ્દાઓનું સમજૂતી પત્ર (MoU) અંતિમ ચરણમાં છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે આ અંગે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે હકારાત્મક ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે.
હોર્મુઝ અને પરમાણુ મુદ્દે Iran નો ઈનકાર
ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ કરાર હેઠળ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને સંપૂર્ણપણે ખોલી દેવાશે. જોકે, ઈરાને આ દાવા પર પાણી ફેરવતા સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ પર તેમનું જ નિયંત્રણ રહેશે અને તેઓ માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજોને જ મંજૂરી આપશે.
Dr. Baqaei, MFA SpoX: The issue of the Strait of Hormuz has nothing to do with the United States
A mechanism must be defined between us and Oman as coastal countries. We have had several meetings with the Omani side on this matter.
In this regard we are cooperating with… pic.twitter.com/Ic8o6V0AOn
— Iran In Hyderabad (@IraninHyderabad) May 24, 2026
બીજી તરફ, ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ટ્રમ્પના નિવેદનને માત્ર ‘પ્રચાર’ ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ સહમતી સધાઈ નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના મતે આ વાટાઘાટોનો મુખ્ય હેતુ માત્ર દરિયાઈ હુમલા રોકવાનો અને આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ મેળવવાનો છે.
I congratulate President Donald Trump on his extraordinary efforts to pursue peace and for holding a very useful and productive telephone call earlier today, with the leaders of Saudi Arabia, Qatar, Turkiye, Egypt, the UAE, Jordan and Pakistan. Field Marshal Syed Asim Munir…
— Shehbaz Sharif (@CMShehbaz) May 24, 2026
પાકિસ્તાન કરશે આગામી બેઠકની યજમાની
આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ટ્રમ્પના શાંતિ પ્રયાસોના વખાણ કર્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે પણ ટ્રમ્પ સાથે ફોન પર ચર્ચા કરી છે. શાહબાઝ શરીફે આશા વ્યક્ત કરી છે કે બંને દેશો(Iran – us) વચ્ચે આગામી રાઉન્ડની બેઠક પાકિસ્તાનમાં યોજાશે અને તેઓ તેની યજમાની કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
આ પણ વાંચો :ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર, ઈરાન કનેક્શન આવતા US એજન્સીઓ એલર્ટ
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
