Surendranagar News: સોશિયલ મીડિયા મારફતે ખોટી ઓળખ ઉભી કરીને લોકો સાથે ઠગાઈ કરતા તત્ત્વો સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાંથી એક એવા શખ્સને ઝડપવામાં આવ્યો છે, જે પોતે રાજ્ય સ્તરના DYSP (Fake DYSP Gujarat)હોવાનું બતાવી લોકોને ભોળવતો હતો.આરોપી સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મમાં ફોટા અને વીડિયો શેર કરીને પોતાનો રોફ ઉભો કરતો હતો.
લોકો પર રોફ જમાવી કરતો હતો આર્થિક લાભનો ખેલ
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોહિલખાન પઠાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે રજૂ કરતો હતો. તે ખાખીનો રોફ (Fake DYSP Gujarat) બતાવી લોકોમાં ઓળખ અને પ્રભાવ ઉભો કરી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ખોટી ઓળખના આધારે કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી થયો પર્દાફાશ
રાજકોટ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે ડિજિટલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સાયલા તાલુકાના નવાગઢ વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી નકલી ઓળખ માટે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો અને અન્ય પુરાવા પણ કબ્જે કર્યા છે.
Fake DYSP Gujarat અંગે હવે પોલીસ કરશે ઊંડાણપૂર્વક તપાસ
આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા અને કેટલો આર્થિક લાભ મેળવ્યો.પોલીસ રિમાન્ડ મેળવી આરોપીના સંપર્કો અને સોશિયલ મીડિયા નેટવર્ક અંગે પણ વધુ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ અંગે ચેતવણી
આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી ઓળખ અને ભેજાબાજી અંગે ચિંતાઓ વધારી છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ વ્યક્તિની ઓળખ પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર ચકાસણી કરવી જરૂરી છે.
આ પણ વાંચો:નકલી પોલીસ બની ગોંડલમાં તોડ કરવા ગયોને અસલી પોલીસની જાળમાં ફસાયો !
આ પણ વાંચો:અમરેલીમા અસલી પોલીસની વરદીમા નકલી પોલીસ અધિકારી ઝડપાયો
આ પણ વાંચો:નકલી પોલીસ ગેંગ, કોઈને બળાત્કારી તો કોઈને આતંકવાદી કહીને ખંખેર્યા કરોડો રૂપિયા
