America News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે સતત ચર્ચામાં રહે છે. ગ્રીનલેન્ડ ખરીદવાની વાત હોય કે કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાની ટિપ્પણી, ટ્રમ્પના નિવેદનો ઘણીવાર આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જગાવે છે.હવે ફરી એકવાર ટ્રમ્પનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, “આ બધું શાંત થયા પછી હું ઈઝરાયલનો વડાપ્રધાન (Donald Trump Israel PM) બની જઈશ.” આ નિવેદન બાદ સવાલ ઊભો થયો કે શું ખરેખર કોઈ અમેરિકી નાગરિક ઈઝરાયલનો વડાપ્રધાન બની શકે?
ઈઝરાયલમાં વડાપ્રધાન કેવી રીતે પસંદ થાય?
તો શું કોઈ વિદેશી નાગરિક PM બની શકે?
સૈદ્ધાંતિક રીતે હા. જો કોઈ વિદેશી નાગરિક ઈઝરાયલ (Donald Trump Israel PM)ની નાગરિકતા મેળવી લે, ચૂંટણી લડે, સંસદ સભ્ય બને અને બહુમતી મેળવે તો તે વડાપ્રધાન બની શકે છે.આ જ કારણ છે કે દુનિયાના ઘણા દેશોમાંથી લોકો ઈઝરાયલ જઈ નાગરિકતા મેળવે છે અને રાજકારણમાં પણ પ્રવેશ કરે છે.
“લો ઓફ રિટર્ન” શું છે?
ઈઝરાયલમાં “Law of Return” નામનો મહત્વપૂર્ણ કાયદો અમલમાં છે. આ કાયદા મુજબ દુનિયાના કોઈપણ યહૂદી ઈઝરાયલ જઈ નાગરિકતા મેળવી શકે છે.ઈઝરાયલ પોતાને વિશ્વભરના યહૂદીઓનું રાષ્ટ્ર માને છે. તેથી અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને યુરોપમાંથી હજારો લોકો દર વર્ષે ઈઝરાયલમાં વસવાટ માટે જાય છે.
ટ્રમ્પ માટે સૌથી મોટું ટ્વિસ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ ખ્રિસ્તી પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તેઓ યહૂદી નથી. જોકે તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે યહૂદી ધર્મ સ્વીકાર્યો છે અને તેમના જમાઈ જેરેડ કુશ્નર પણ યહૂદી છે.ટ્રમ્પ ઈઝરાયલના સમર્થક નેતા તરીકે જાણીતા છે, પરંતુ તેનાથી તેઓ આપોઆપ ઈઝરાયલના નાગરિક બની જતા નથી.

