Navsari Rain News/ નવસારી ગણદેવીના ઊંડાચમાં પૂરનો કહેર: કાવેરી નદીના પાણીમાં 4ના મોત, NDRF-આર્મીનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નવસારીના ગણદેવી તાલુકાના ઊંડાચ ગામમાં કાવેરી નદી (Kaveri River Flood)ના પૂરના પાણી ફરી વળતા 4 લોકોના મોત થયા છે. NDRF અને આર્મીની ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

Top Stories Gujarat Others Breaking News
Kaveri River Floodછ ઊંડાચ ગામમાં પૂરના પાણી બન્યા જીવલેણ, 4ના મોતથી ગામમાં શોક

Navsari Rain News: નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગણદેવી તાલુકાના ઊંડાચ ગામમાં કાવેરી નદી (Kaveri River Flood)ના પાણી ફરી વળતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ગામમાં આશરે 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પૂરની પરિસ્થિતિમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે.

Kaveri River Flood: કાવેરી નદીના પાણીમાં અનેક લોકો ફસાયા

પૂરના પાણી વધતા ગામના અનેક લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. તંત્ર દ્વારા અગાઉથી લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક ગ્રામજનો ઘરનો સામાન, અનાજ અને પશુધન બચાવવાની ચિંતામાં ઘરો છોડ્યા નહોતા. જેના કારણે હવે બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF, SDRF અને સુરક્ષા દળોની ટીમો દ્વારા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. વડોદરાથી આવેલી મિલિટરીની 60 સભ્યોની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડવામાં આવી છે. ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગણદેવી તાલુકાના ધમડાછા ગામમાં એક બેભાન યુવાનને ઇન્ડિયન આર્મીની ટીમે મેડિકલ ઈમરજન્સી દરમિયાન તાત્કાલિક રેસ્ક્યૂ  (Kaveri River Flood) કરીને બચાવી લીધો હતો. જોકે, હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકો ફસાયેલા હોવાના કારણે બચાવ કામગીરી સતત ચાલુ છે.

સુરક્ષા દળોના જણાવ્યા મુજબ, અનેક વખત અપીલ કરવા છતાં કેટલાક લોકો પોતાનું ઘર છોડવા તૈયાર થતા નથી, જેના કારણે રેસ્ક્યૂ ટીમો માટે પડકાર વધી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને જીવના જોખમે ઘરમાં ન રહેવા અને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, નવસારી જિલ્લામાં વરસાદ (Kaveri River Flood)નું જોર ઘટતાં કેટલીક નદીઓના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે. અંબિકા નદીનું પાણી ઘટીને 36.8 ફૂટ અને કાવેરી નદી (Kaveri River Flood) 18 ફૂટ પર આવી છે, પરંતુ પૂર્ણા નદી હજુ પણ 29 ફૂટના સ્તરે સ્થિર છે.

પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનની ગંભીર તસવીરો પણ સામે આવી રહી છે. વાંસદા તરફનો ઓવરબ્રિજ ધોવાઈ જતાં માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો છે. ગણદેવી તાલુકાના 25થી વધુ ગામોમાં 1,000થી વધુ વાહનો તણાઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

હીરા ઉદ્યોગ માટે જાણીતા શાંતાદેવી વિસ્તારમાં 12 ફૂટ સુધી પાણી ભરાતા 3,000થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે. અસરગ્રસ્ત પરિવારો સુધી રાશન અને જરૂરી સામગ્રી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ નવસારી જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વહીવટી તંત્ર, સુરક્ષા દળો અને બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.


આ પણ વાંચો:ભાભરમાં 9.6 ઇંચ વરસાદથી જળબંબાકાર: રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો, નગરપાલિકા સામે લોકોમાં રોષ

આ પણ વાંચો:અમદાવાદ ગોમતીપુરમાં પાણી ભરાવાથી વ્યક્તિનું મોત: પાણીમાંથી મૃતદેહ મળતા તંત્ર સામે રોષ

આ પણ વાંચો:નવસારીમાં જળપ્રલય વચ્ચે વાયુસેનાની મદદ, ઝીંગા ફાર્મમાં ફસાયેલા 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ