Not Set/ નવા કેસની સંખ્યા ઘટી પરંતુ મૃત્યુ આંક હજુ પણ વધુ, જાણો આજે ક્યાં-કેટલા કેસ નોધાયા…

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 4,773 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં  કુલ કેસનો આંકડો 7,76,220 પહોંચ્યો છે. 

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાંથી મુક્તિ મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કોરોના કેસમાં ઘણો મોટો ઘટાડો નોધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 4,773 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં  કુલ કેસનો આંકડો 7,76,220 પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 64 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે કુલ મૃત્યુઆંક 9404 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 8308 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  6,77,798 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 89,018 છે.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1079, વડોદરામાં 422, સુરતમાં 297, રાજકોટમાં 192, જામનગરમાં 138 નવા કેસો નોંધાયા છે.